સાગબારા : લકઝરી બસમાં માંથી ૪૪૮ પેટી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

સાગબારા : લકઝરી બસમાં માંથી ૪૪૮ પેટી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.
Spread the love

સાગબારા ખાતેથી લકઝરી બસમાં પેસેન્જર સીટ નીચે ચોર ખાના બનાવી છુપાવેલ ૪૪૮ પેટી પ્રોહી. મુદામાલ સાથે કિ.રૂ. ૩૧,૮૧,૯૧૦/- ના પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી. નર્મદા.

શ્રી એમ.એસ. ભરાડા, ઇચા. પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદા નાઓ દ્વારા જીલ્લા માંથી દારૂના દુષણ ને ડામવા માટે કડક નિર્દેશો અને સુચનાના અનુસંધાને શ્રી એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે સાગબારાની ધનશેરા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે વોચ તપાસમાં રહેતા એક અશોક લેલન કંપનીની સ્લીપર કોચ બસ નં.RJ-46-PA 1683 માં તપાસ કરતા તમામ પેસેન્જર સીટની નિચે પ્લાયવુડની પાટીયા ખોલી જોતા જેમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ તથા બિયર ટીન બોટલ નંગ-૯૫૬૪ કુલ કિંમત રૂ.૧૬,૭૪,૦૦૦/- નો પ્રોહી.જથ્થો ગે.કા. ભરી તથા લકઝરી બસ કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- મળી તમામ મુદામાલની કુલ કિં.રૂ.૩૧,૮૧,૯૧૦/- નો પ્રોહી. મુદામાલ મળી આવતા પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ અને ઉદયલાલ ભેરૂલાલજી મેનારીયા રહે.૧૦૭, નવ બાવડી પાસે,પાનેરીચોકી માંદળી,તા.જી.ઉદેયપુર રાજસ્થાન તથા રઘુવિરસિંહ શંકરસિંહ યુન્ડાવત રહે.ઓઝાગર ગામ પોસ્ટ-રામપુરીયા તા.જી.ભીલવાડા રાજસ્થાન તથા ભુપેન્દ્રસિંહ જસવંતસિંહ રાજપુત રહે.૧૭૫ પાન્નધય સર્કલ નજીક,આઝાદ નગર તા.જી.ભીલવાડા રાજસ્થાન વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી સાગબારા પો.સ્ટે. કરવામા આવેલ.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સખ્ત પગલા લેવા તથા વધુમાં વધુ વોચ તથા નાકાબંધી દ્વારા આવા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવાના સુચનાના પગલે નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

 

 

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!