ડાંગ દરબારમા રજૂ થશે માહિતીપ્રદ પ્રદર્શન

ડાંગ દરબારમા રજૂ થશે માહિતીપ્રદ પ્રદર્શન:
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘આપણુ ડાંગ, પ્રાકૃતિક ડાંગ’ થીમ આધારિત સ્ટોલ્સ આકર્ષણ જમાવશે:
ડાંગ તા: ૧૧: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત યોજાઇ રહેલા ડાંગ જિલ્લાના ઐતિહાસિક ડાંગ દરબાર ૨૦૨૨ના લોકમેળામા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માહિતીપ્રદ પ્રદર્શન પણ રજૂ કરાશે.
ગુજરાત પ્રવાસન નિગમ લિ. ના સૌજન્યથી આહવાના આંગણે યોજાઇ રહેલા ડાંગ દરબાર-૨૦૨૨ દરમિયાન રંગ ઉપવનની સામે આવેલા ડાંગ દરબાર હોલ ખાતે, જિલ્લાની જુદી જુદી કચેરીઓ, વિભાગો દ્વારા આકર્ષક પ્રદર્શન પ્રસ્તુત કરાશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.જે.ભગોરાના માર્ગદર્શન હેઠળ ડાંગ વન વિભાગ સહિત, પોલીસ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, સિંચાઇ, પશુપાલન અને ખેતીવાડી વિભાગ, આરોગ્ય અને વાસ્મો, બાગાયત અને બાળ સુરક્ષા, પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડી, મિશન મંગલમ અને સ્વચ્છતા અભિયાન, મનરેગા, નશાબંધી, ચાઇલ્ડ લાઇન, કાનૂની સેવા, સત્તા મંડળ અને આયુર્વેદિક ફાર્મસી, બેંક જેવા એકમો તેમની પ્રજાલક્ષી માહિતી રજૂ કરશે.
આમ, ડાંગ દરબાર ૨૦૨૨ મા ઉમટતી હજારોની જનમેદનીને એક જ સ્થળે સમગ્ર વહીવટી તંત્રના જુદાજુદા વિભાગોની પ્રજાલક્ષી જાણકારી ઉપલબ્ધ કરાવાશે.
રિપોર્ટ.સંજય ગવળી. ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756