આબુરોડ અંબાજી-ગજદ્વાર-થી ઝરીવાવ-માઇન્સ રોડ થઈ મયુરદ્વાર પાસે હિંમતનગર તરફ જતા હાઇવે રોડને બાયપાસ રોડ મળશે

અંબાજી બાયપાસ રોડ.આબુરોડ અંબાજી-ગજદ્વાર-થી ઝરીવાવ-માઇન્સ રોડ થઈ મયુરદ્વાર પાસે હિંમતનગર તરફ જતા હાઇવે રોડને બાયપાસ રોડ મળશે
ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી છે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે શક્તિપીઠ અંબાજી આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકાસના કાર્યો શરૂ થવાના છે. હાલમાં અંબાજી ખાતે સરકાર દ્વારા વિવિધ કામો શરૂ કરવામાં આવ્યા છે તાજેતરમાં ગુજરાતના ગૃહ મંત્રી જ્યારે અંબાજી આવ્યા ત્યારે અંબાજી મંદિરના મીટીંગ હોલમાં અંબાજી શક્તિપીઠ રોડમેપ વિશે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા પાંચ કિલોમીટર બાય પાસ રોડ ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. અંબાજીથી આબુ રોડ તરફ જતા વાહનોને ટ્રાફિક સમસ્યા હળવી બનશે.
અંબાજી ખાતે કોટેશ્વર ખાતે પણ વિકાસના કામો શરૂ થયા છે. માંગલ્ય વન ખાતે પણ કામગીરી શરૂ થઈ ગઈ છે. ગબ્બર તળેટી ખાતે પણ લેઝર લાઈટ ની કામગીરી શરૂ થઈ ગઈ છે. અંબાજી મંદિર આસપાસ 75 મીટર નિયમ પ્રમાણે અમલવારી શરૂ થાય તેવા પ્રયાસ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી થઇ રહ્યા છે. આવનારા સમયમાં અંબાજી ઓથોરિટીના નેજા હેઠળ ખૂબ જ ઝડપથી દેશનું નંબર વન શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
@@ ગજદ્વાર થી મયુરદ્વાર સુધી જ બાયપાસ રોડ બનશે @@
આબુરોડ માર્ગ પર શીતળા માતાજી મંદિર પાસે આવેલા અંબાજી-ગજદ્વાર-થી ઝરીવાવ-માઇન્સરોડ મયુરદ્વાર પાસે હિંમતનગર તરફ જતા હાઇવે રોડને બાયપાસ રોડ મળશે. સરકાર દ્વારા પાંચ કિલોમીટર બાયપાસ રોડ માટે 124 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
@@ દાંતા માર્ગ પર બીજો બાયપાસ બની શકેછે @@
શક્તિપીઠ અંબાજી ખાતે બાયપાસ રોડ ન હોવાથી ટ્રાફિક સમસ્યા સૌથી મોટો પ્રશ્ન બન્યો છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા હિંમતનગર તરફ ના માર્ગને બાયપાસ રોડ આબુ રોડ તરફ મળશે ત્યારે દાંતા- વિસનગર થી આવતા અંબાજી ના આ માર્ગ ની બાયપાસ રોડ તરીકે જાહેરાત થઈ શકે છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756