રાજકોટ માં ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ૨ શખ્સને પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ

રાજકોટ માં ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ૨ શખ્સને પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ
Spread the love

રાજકોટ ના જાગનાથ પ્લોટમાં ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ૨ શખ્સને પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ માં ક્રાઈમ બ્રાંચ DCB P.I જે.વી.ધોળા, PSI એમ.જે.હુણ, જયેશભાઈ નિમાવત, ચેતનસિંહ ચુડાસમાં, ભરતસિંહ પરમાર, મહેશભાઈ ચાવડા, જયદિપસિંહ બોરાણા, શકિતસિંહ ગોહીલ, કુલદીપસિંહ જાડેજાને ચોક્કસ બાતમીના આધારે જાગનાથ પ્લોટ શેરીનં-૩૭ માં દરોડો પાડી મોબાઈલ આઇ.ડીના આધારે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઓનલાઇન આઇ.ડી મારફત ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કરણ ઉર્ફે ડીકી પ્રકાશભાઈ દોશી જાતે.વાણીયા ઉ.૩૦ રહે.કિશન એપાર્ટમેન્ટ રેસકોર્ષ રોડ રાજકોટ. ને તેની ઓફિસમાંથી જમીન મકાન લે-વેચનું કામ કરતા યશરાજ હરેશ ભગદે જાતે.લુવાણા ઉ.૨૮ રહે. ક્રિસ્ટલ મોલ શીવ સોસાયટી રાજકોટ. ને પકડી પાડ્યા હતા. બંને પાસેથી પોલીસે ૨ લાખ ૫૧ હજાર ૫૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી પૂછતાછ કરતા કરણ ઉર્ફે ડીકી ક્રિકેટ સટ્ટો તેમજ તીનપત્તીનો જુગાર ઓનલાઇન રમવા માટે જુદી-જુદી 3 એપ્લિકેશનના માસ્ટર આઈ.ડી રૂપિયા લઇ ફોરવર્ડ કરતો હતો. જ્યારે કરણ ઉર્ફે ડીકીએ યશરાજને મોબાઇલમાં આઈ.ડી ફોરવર્ડ કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને પાસેથી પ મોબાઇલ અને રોકડા રૂ.૬૫૦૦ મળી કુલ.રૂ.૨.૫૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!