ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૮મી એપ્રિલે યોજાશે

ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૮મી એપ્રિલે યોજાશે
Spread the love

ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૮મી એપ્રિલે યોજાશે :

પ્રજાજનો તા.૨૧મી એપ્રિલ સુધીમા પ્રશ્નો રજુ કરી શકશે :

ડાંગતા: ૦૧: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૮/૦૪/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિવારણ અંગે જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ડાંગના અધ્યક્ષપણા હેઠળ, કલેકટર કચેરી, આહવાના સભાખંડમા “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામા આવનાર છે.

આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો જે ખાતા/કચેરીને લગતા હોઇ તે ખાતા/કચેરીને બારોબાર તા.૨૧/૦૪/૨૦૨૨ સુધીમા મોકલી, તેની એક નકલ કલેકટરશ્રી, ડાંગને મોકલી આપવા જણાવાયુ છે. કલેકટર કચેરી ડાંગને લગતા પ્રશ્નો સિવાયના કોઇ પણ પ્રશ્ન, સીધા કલેકટર કચેરી ડાંગને મોકલવા નહી.

ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જયુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહિ.

અરજદારએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતોસહ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજુ કરવાના રહેશે. રજુ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૦૪/૨૦૨૨” એમ અચૂક લખવા અને ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારે ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરાયો છે.

રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!