નેત્રંગ જૂની પેન્શન યોજના લાગુ કરવા કાળી પટ્ટી ધારણ ફરજ બજાવી

નેત્રંગ જૂની પેન્શન યોજના લાગુ કરવા
કાળી પટ્ટી ધારણ ફરજ બજાવી
તાલુકા કચેરીના મોટી સંખ્યામાં સૂત્રોચાર કરી
બેનર સાથે કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો
ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા સમગ્ર કર્મચારી સંકલન સમિતિ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. અને સરકાર સમક્ષ પોતાની માંગણી સાથે શુક્રવારે રજુઆત કરશે. જ્યાં નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીકમ મંત્રીઓ શિક્ષકો ખેતીવાડી શાખાના ક્લાર્ક અને બીજા કર્મચારી મંડળે NPS ના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવા કાળી પટ્ટી ધારણ ફરજ બજાવી હતી જ્યારે સૂત્રોચાર અને બેનર બતાવી વિરોધ નોધાવ્યો હતો.
શુક્રવારે નેત્રંગ તાલુકાના કર્મચારીઓ સરકાર સમક્ષ બાયો ચઢાવી હતી. મોટી સંખ્યામાં વર્ગ 2 અને 3 ના કર્મચારીઓ એ બેનર સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી, જ્યાં વિસ્તરણ અધિકારી યોગેશ પવારે જણાવ્યું કે જૂની પેન્શન યોજના અમારો અધિકાર છે, રાજસ્થાન સરકાર કર્મચારીના હિત માટે પેન્શન યોજના લાગુ કરી શકે તો આપણા ગુજરાત સરકાર સંવેદનશિલ હોવાની વાત કરે તો રાતદિવસ સરકારનું કામ કરતા કર્મચારીઓ માટે યોગ્ય નિર્ણય લઈ શકે એમ છે. જૂની પેન્શન યોજના લાગુ કરે એ હિતાવહ છે.
રિપોર્ટ :- વિજય વસાવા નેત્રંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756