જી બી એસ કેસનાં અનુસંધાને ભુરાવાવ વિસ્તારમાં સાવચેતી રૂપે પગલાં લેવામાં તંત્રનાં આંખ આડા કાન

જી બી એસ કેસનાં અનુસંધાને ભુરાવાવ વિસ્તારમાં સાવચેતી રૂપે પગલાં લેવામાં તંત્રનાં આંખ આડા કાન…
ગોધરા તાલુકાની ભુરાવાવ વિસ્તારમાં આવેલી સિધ્ધિ વિનાયક સોસાયટીમાં તારીખ 7/03/2022 ના રોજ પ્રિયેશ કિરણભાઈ ક્રિશયનને જી.બી.એસ.નો કેસ રિપોર્ટ પોજિટિવ આવ્યો હતો. જેને પરિસ્થિતિ ગંભીર જણાતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. આ બાબતે બીજા અન્ય લોકો આ રોગમાં ના સપડાઈ તે અંગે હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરવામાં આવેલ હતી.તેમજ ઓનલાઇન ફરિયાદ પણ કરવામાં આવી હતી.આ અંગે કોઈપણ તકેદારીના પગલાં લેવાયા નથી. પરિસ્થિતિ હજુ સુધી પણ એની એજ સ્થિતિમાં છે.દવા છંટકાવ નથી કર્યો, આજુબાજુ ભરાયેલ પાણી એજ સ્થિતિમાં છેં .મચ્છર ખૂબ છેં.આ રોગ બીજાને ન થાય તે માટે કોઇ સાવચેતી પગલાં ભર્યા નથી. ગંભીર બાબત છેં. રાજ્ય સરકાર નોધ લે તે જરૂરી છેં, તંત્રએ દર્દીના સગાને બારોબાર અમદાવાદ ફોન કરીને અપડેટ મેળવી લેવામાં આવતી હતી.
જ્યારે જવાબમાં જિલ્લા આરોગ્ય શાખાએ જવાબ રૂપે કાગળપર રોગ નિયંત્રણ અંતર્ગત સર્વેલન્સની કામગીરી થયેલ હોવાનું જણાવ્યું હતું પરંતુ આ બાબતે હજુ પણ કોઈ પ્રકારની કામગીરી થયેલ નથી. અને પોજિટિવ આવ્યો પછી
માત્ર ત્રણ દિવસ ત્રણ વખત પૂછપરછ કરીને અધિકારી જતાં રહેલ છેં અને માત્ર ત્રણ મચ્છર પકડી તપાસ માટે લઈ ગયાં હતા. ત્યાર બાદ કોઇ અધિકારીએ ફરી મુલાકાત લીધી નથી તેવું વિસ્તાર નાં લોકોનું કહેવું છે. જવાબમાં જણાવેલ આંકડા પણ જૂઠા હોવાની સંપૂર્ણ દહેશત છેં. આવી ગંભીર બાબત સામે આવી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756