નર્મદાડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી

નર્મદાડેમમા ભર ઉનાળે પાણીની આવક વધી
MP ના ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા ઉપરવાસમાંથી
સરદાર સરોવર ડેમમાં પાણીની આવક
નર્મદાડેમની સપાટી 118.38 મીટરે પહોંચી
રાજપીપલા, તા.3
હાલ ભર ઉનાળે પાણીના સ્ત્રોતો ઊંડા જઈ રહ્યા છે.નદી નાળા સુકાવા માંડયા છે ત્યારે એક માત્ર સુકાઈ ગયેલી નર્મદા નદીમાં ભર ઉનાળે પાણીની આવક વધવા પામી છે. હા, MP ના ડેમના પાવર હાઉસ ચાલુ કરાતા ઉપરવાસમાંથી
સરદાર સરોવર ડેમમાં પાણીની આવકવધી છે હાલ નર્મદાડેમની સપાટી 118.38 મીટરે પહોંચી છે
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર બંને
ડેમોના પાવર હાઉસ ચાલુ કરવામા આવ્યા છે.જેનાં કારણે ઉપરવાસમાંથી 15,173 ક્યુસેક પાણીની
આવક હાલ થઇ રહી છે. જેને
પગલે નર્મદા બંધની જળસપાટી118.38 મીટર પર પહોંચી છે.ડેમની મહત્તમ સપાટી 138.68
મીટર છે. એટલે હાલ 20 મીટરખાલી ડેમ છે કહી શકાય.
પરંતુ હાલ
માં નર્મદા ડેમ ગુજરાતમાં પીવા
અને સિંચાઈ માટે પાણી આપવામાંસક્ષમ છે. અનેપૂરતું પાણી છે. કોઈ ચિંતાનો વિષય નથી. હાલ વીજળીની અછતને
પુરી પાડવા નર્મદા બંધના રિવરબેડપાવર હાઉસ અને કેનાલ હેડ પાવરહાઉસ બંને ચલાવામાં આવી રહ્યા
છે. જ્યારે ગુજરાત માટે મેન કેનાલમાં માત્ર 4,051 ક્યુસેક પાણીછોડાઈ રહ્યું છે
ગુજરાતની જીવાદોરી સરદાર
સરોવર નર્મદા ડેમમા પૂરતો પાણીનો જથ્થો છે.
ઉનાળામા ખેતીમાં પાણી અને વીજળીનીમાંગ રહેશે.પરંતુ 8 મહિના સુધીપાણી ખૂટે એમ નથી. 110 મીટર
સુધી તો લાઈવ સ્ટોરેજ પાણી નોવપરાશ થશે. પછી ઈરીગેશનબાયપાસ ટનલનો ઉપયોગ કરવામાંઆવે.પરંતુ આ વર્ષે જેની જરૂર નહિ
પડે. નર્મદા બંધમાં પાણીનો સંગ્રહિતજથ્થો પૂરતો છે.હમેશા નર્મદાડેમ ગુજરાતની સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી રહી છે.
રિપોર્ટ : દીપક જગતાપ, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756