સ્પેશ્યિલ ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે

સ્પેશ્યિલ ખેલ મહાકુંભ-૨૦૨૧-૨૨ અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે
ભાગ લેવા ઉચ્છુક ભરૂચ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓએ ૧૧ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં
અરજી કરવાની રહેશે
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભરૂચ દ્વારા ચાલુ વર્ષે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યિલ ખેલમહાકુંભમાં વિવિધ કેટેગરીના ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગ ખેલાડી ભાઈઓ/બહેનો માટે પાંચ અલગ અલગ કેટેગરીની સ્પર્ધાઓ યોજાશે. ભરૂચ જિલ્લા કક્ષાએ માનસિક ક્ષતિ ગ્રસ્ત, શારિરીક ક્ષતિ ગ્રસ્ત, અંધજન, શ્રવણ મંદ જેવા દિવ્યાંગ ખેલાડીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાશે તેમજ સેરેબ્રલ પાલ્સી કેટેગરી માટેની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે. રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાંથી કચેરી સમય દરમ્યાન મેળવી ભાગ લેવા ઈચ્છુક તમામ ખેલાડીઓએ ૧૧ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં નિયત નમૂનામાં ખેલાડીનું રજીસ્ટેશન ફોર્મ સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર/બોનોફાઇડ સર્ટી ત્રણમાંથી કોઈપણ એક), ક્ષતિ ગ્રસ્ત પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતે મોકલી આપવા જિલ્લા રમત ગ્મત અધિકારીની કચેરી ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756