ભરૂચ : “નલ સે જલ યોજના” અંતર્ગત ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયા

ભરૂચ તાલુકાના ભોલાવ, ઝાડેશ્વર તથા અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને “નલ સે જલ યોજના” અંતર્ગત ખાતમુહૂર્તના કાર્યક્રમ યોજાયા
ભોલાવ, ઝાડેશ્વર અને અંદાડા ગામ થઈને રૂા.૨૨૪૧.૩૩ લાખના અંદાજીત ખર્ચે પાણી પુરવઠાના કામનું નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદહસ્તે કરાયું ખાતમુહૂર્ત
ભોલાવ ગામે ૧૬૦૦૦, ઝાડેશ્વર ગામે ૧૫૭૬૧ અને અંદાડા ગામે ૯૦૫૫ ઘરોને
આ યોજના હેઠળ લાભ મળશે
પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે -: નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ
ભરૂચના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી દુષ્યંતભાઇ પટેલના વરદ હસ્તે આજરોજ ભરૂચ તાલુકાના ભોલાવ, ઝાડેશ્વર અને અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે લોકભાગીદારીથી અંદાજીત રૂા.૨૨૪૧.૩૩ લાખના ખર્ચે “નલ સે જલ”ની પાણી પુરવઠા યોજનાનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ ભોલાવ, ઝાડેશ્વર અને અંદાડા ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લોકોને અપુરતા પાણી, ક્ષારયુક્ત પાણી અને અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તી મળે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે, રાજ્ય સરકાર દ્વારા ભોલાવ, ઝાડેશ્વર અને અંદાડા ગામના લોકોને કોઈ પણ રીતે પાણીની તકલીફ ન પડે તે માટે નલ સે જલની યોજના દ્વારા ભોલાવ ગામે રૂ.૮૫૩.૪૮ લાખ, ઝાડેશ્વર ગામે રૂા.૭૦૧.૧૩ લાખ અને અંદાડા ગામે રૂ.૬૮૬.૭૨ લાખ મળી કુલ-૨૨૪૧.૩૩ લાખના ખર્ચે ભોલાવ ગામે ૧૬૦૦૦, ઝાડેશ્વર ગામે ૧૫૭૬૧, અંદાડા ગામે ૯૦૫૫ ઘરોને આ યોજના હેઠળ લાભ મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે વર્ષ-૨૦૨૨ના અંત સુધીમાં રાજ્યમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે તેવા સંકલ્પ સાથે પાણી પહોંચાડવાનું લક્ષ્ય સેવ્યું છે. જેના પરિણામે નલ સે જલની આ યોજનાઓ થકી ભરૂચ જિલ્લાને અંતરીયાળ વિસ્તારના લોકોને પણ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર કાર્યશીલ છે. તેમણે કામ કરનાર એજન્સીને કામ ઝડપથી, સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા આગેવાનશ્રી મારૂતિસિંહ અટોદરીયાએ નલ સે જલ યોજના અંતર્ગત ઉક્ત ગામોના લોકોને પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું હતું.
જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ધર્મેશભાઇ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં ઉક્ત વિસ્તારોમાં થયેલા વિકાસ કામો તેમજ આગામી સમયમાં થનારા વિકાસ કામોની માહિતી આપી હતી.
આ પ્રસંગે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન પટેલ, યુનિટ મેનેજર(વાસ્મો)શ્રી દર્શનાબેન પટેલ, સદસ્યશ્રી ગોવિંદભાઈ પાટણવાડીયા, સુચિતાબેન, ભોલાવ ગામના સરપંચશ્રી નિમિષાબેન પરમાર, ડેપ્યુટી સરપંચશ્રી યુવરાજસિંહ, વિક્રમસિંહ રાજ, જિલ્લા પંચાયતના સદસ્ય શૈલાબેન પટેલ, ઝાડેશ્વર-અંદાડા ગામના સરપંચશ્રી સહિત તમામ સદસ્યો, સોસાયટીના પ્રમુખશ્રીઓ, આગેવાનો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમ બાદ નલ સે જલ અંતર્ગત ભોલાવ, ઝાડેશ્વર અને અંદાડા ગામની પાણી પુરવઠા યોજનાના કામોનું નાયબ મુખ્યદંડક તથા મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત (૧) ભોલાવ ગામે કુલ-૮ ઝોન જેમાં ઝોન-૧, ૪, ૫ અને ૬ માં આર.સી.સી. ભુગર્ભસંપ તેમજ ઝોન-૧ થી ઝોન-૬ માં પી.વી.સી. રાઈઝીંગ મેઈન-ડીઆઈ/પીવીસી વિતરણ, પાઈપલાઈન, પંપીંગ મશીનરી, હયાત નળ જોડાણ નવી પાઈપલાઈન સાથે પંપરૂમ, વિજળીકરણ અને પારદર્શક બોર્ડનું કામ, (૨) ઝાડેશ્વર ગામે કુલ-૮ ઝોન જેમાં ઝોન-૩ અને ૪ માં આર.સી.સી. ભુગર્ભસંપ તેમજ ઝોન-૧ થી ઝોન-૬ માં પી.વી.સી. રાઈઝીંગ મેઈન-ડીઆઈ/પીવીસી વિતરણ, પાઈપલાઈન, પંપીંગ મશીનરી, હયાત નળ જોડાણ નવી પાઈપલાઈન સાથે પંપરૂમ, વિજળીકરણ અને પારદર્શક બોર્ડનું કામ, (૩) અંદાડા ગામે કુલ-૪ ઝોન જેમાં આર.સી.સી. ભુગર્ભસંપ, પી.વી.સી. રાઈઝીંગ મેઈન વિતરણ, પાઈપલાઈન, પંપીંગ મશીનરી, હયાત નળ જોડાણ નવી પાઈપલાઈન સાથે પંપરૂમ, વિજળીકરણ અને પારદર્શક બોર્ડની કામગીરી હાથ ધરાશે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756