ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે મોટરસાયકલ પર દારૂ નો જથ્થો ઝડપ્યો

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે મોટરસાયકલ પર દારૂ નો જથ્થો ઝડપ્યો.
ડાંગ06-04-2022 પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારા પોલીસ મથકનાં પોલીસ જવાનોએ ગતરોજ સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે અરસામાં સાપુતારા પોલીસની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર રાજ્યમાંથી સ્પેલન્ડર મોટરસાયકલ પર પ્લાસ્ટિકનાં કંતાનની આડમાં એક યુવક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સાપુતારા શામગહાન તરફ આવી રહ્યો છે.જેથી સાપુતારા પોલીસ મથકનાં કર્મીઓમાં સંજયભાઈ ભોયે,અનિલભાઈ કંટારિયા, વીનેશભાઈ ગાવીત,સુનિલસિંહ સહીતનાઓએ સાપુતારા ઘાટમાર્ગનાં વળાંકમાં વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી વાળી મોટરસાયકલ. ન.જી.જે.30.ઈ.0479ને સાઈડમાં ઉભી રાખી તપાસ કરતા મોટરસાયકલ પર બાંધેલ પ્લાસ્ટિકનાં કંતાનમાંથી ભારતીય બનાવટની આઈબીની કુલ 26 બોટલ મળી આવી હતી.સાપુતારા પોલીસની ટીમે વઘઇનાં યુવક નામે જયસિંગ ફુલચંદ પાલ પાસેથી આઈબીની કુલ 26 બોટલ જેની કિંમત 3,900 તથા મોટરસાયકલની 25,000 હજાર મળી કુલ 28,900 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ.સંજય ગવળી. ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756