જાહેર સ્થળો પર ફાયરસેફ્ટી ઉપકરણો લગાડવા ફરજિયાત

જાહેર સ્થળો પર ફાયરસેફ્ટી ઉપકરણો લગાડવા ફરજિયાત
Spread the love

જાહેર સ્થળો પર ફાયરસેફ્ટી ઉપકરણો લગાડવા ફરજિયાત.

સાબરકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ તમામ સંસ્થાઓ , શોપીંગ મોલ, રેલ્વે સ્ટેશનો, એસ.ટી ડેપો, મંદીરો, હોસ્પીટલો (ખાનગી તથા સરકારી),બેંક વિસ્તારો, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થિયેટરો, કોમર્શીયલ સેન્ટરો, પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ,પેટ્રોલ પંપો, સી.એન.જી/ એલ.પી.જી.પંપો,ગેસ ગોડાઉન, સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલ/કોલેજો તમામ કોર્ટ તેમજ મોટી જનમેદની એકત્ર થતી હોય તથા અવર જવર કરતી હોય તેવી જગ્યાઓએ તથા કાર્યક્રમોના સ્થળો,હોટલ,લોજ,ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, અતિથિ ગૃહ, વિશ્રામગૃહ,ટાઉન હોલ, ટોલ પ્લાઝા,જાહેર પાર્કીંગ, બોર્ડીંગ,બહુમાળી બિલ્ડીંગ,ભોયરા,રેસ્ટોરેંટ, ખાનગી તેમ જ સરકારી સંસ્થાઓમાં સ્થળના માલીકોએ અથવા વહિવટકર્તાઓએ ફાયર સેફટી ઉપકરણો લગાડવા ફરજીયાત છે.
આ જાહેરનામાનું સમયાંતરે ફાયર ઓફિસરશ્રીઓએ ચેકિંગ તથા ઓડીટ કરવાનું રહેશે. આ હુકમ અન્વયે સાબરકાંઠા જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓના આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૫ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!