તા. ૧૭ એપ્રિલને રવિવાર રોજ કડોદરા ગામ ખાતે મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે

તા. ૧૭ એપ્રિલને રવિવાર રોજ કડોદરા ગામ ખાતે મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે
પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા કડોદરા ગ્રામ પંચાયત અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ભરૂચ જિલ્લાના સહયોગથી તા. ૧૭ એપ્રિલને રવિવાર રોજ કડોદરા ગામ ખાતે મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
વાગરા તાલુકાના કડોદરા ગામ ખાતે તા. ૧૭ એપ્રિલને રવિવાર રોજ સવારે ૯ થી બપોર ૨ વાગ્યા સુધી પ્રાથમિક શાળા કડોદરામાં મફત મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પારુલ સેવાશ્રમ સુપર સ્પેશયાલીટી હોસ્પિટલ, વાઘોડિયા તેમજ કડોદરા ગ્રામ ના સરપંચ શ્રી યોગેશસિંહ રણજીતસિંહ ગોહિલ અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ભરૂચ જિલ્લાના અભિગમથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. કેમ્પમાં યોજાનાર વિવિધ સુવિધાઓ જેમ કે ફિઝિશિયન વિભાગ, સર્જરી, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક, આંખ, બાળરોગ, ચામડીના રોગ, કાન-નાક-ગળા, ટી.બિં ચેસ્ટ, મનોચિકિત્સક સહિતના રોગોના નિષ્ણાંત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ હાજર રહેશે. ત્યારે યોજાનાર કેમ્પમાં હાજર લોકોને દાવાઓ અને મેડિકલ સલાહ સુચન મફત આપવામાં આવશે.
આયુષ્માન ભારત – માં કાર્ડ અંતર્ગત ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે. વધુ માહિતી માટે સંપર્ક કરો – પંકજકુમાર પાટણવાડીયા – પબ્લિક રીલેશન ઓફિસર – પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ – મો. 9824001409
આ કેમ્પનો વધુમાં વધુ પ્રજાજનો લાભ લે એવી વિનંતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756