રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૮,૧૧,૧૨માં વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૮,૧૧,૧૨માં વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા વોર્ડનં.૮,૧૧,૧૨માં વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

રાજકોટ માં સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી-જુદી યોજનાઓ સંબધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ તેમજ સરકારશ્રીની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દર માસના બીજા શનિવારે વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજવાનુ આયોજન કરવામાં આવશે. જેના અનુસંધાને આજે તા.૯/૪/૨૦૨૨ના રોજ સવારે ૯ વાગ્યાથી વોર્ડનં.૮,૧૧, અને ૧૨માં વિશેષ તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાનામવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. સેવાસેતુ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય માન. ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયરશ્રી ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ. આ અવસરે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, ગુજરાત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ વોર્ડનં.૮ના કોર્પોરેટર દર્શનાબેન પંડ્યા, અશ્વિનભાઈ પાંભર, પ્રીતિબેન દોશી, વોર્ડનં.૧૧ કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, વોર્ડનં.૧૨ના કોર્પોરેટર અસ્મિતાબેન દેલવાડિયા, મિતલબેન લાઠીયા, મગનભાઈ સોરઠીયા, વોર્ડનં.૮,૧૧ અને ૧૨ના ભાજપ સંગઠનના હોદ્દેદારોશ્રી રઘુભાઈ ધોળકિયા, રાજુભાઈ માલધારી, સંજયભાઈ પીપળીયા, રસિકભાઈ કાવઠીયા, તેજસભાઈ જોષી, હસમુખભાઈ માંકડિયા, વિજયભાઈ કોરાટ, મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, કાથડભાઈ ડાંગર, જયસુખભાઈ મારવીયા તેમજ કોર્પોરેટરશ્રીઓ, વોર્ડના જુદા-જુદા આગેવાનો અને લાભાર્થી ભાઈ-બહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજકોટ વિધાનસભા ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ એમ જણાવ્યુ હતું કે, નાગરિકોને ઘર આંગણે સરકારશ્રીની વિવિધ સેવાઓનો લાભ મળી રહે તેવી નેમ સાથે રાજ્ય સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમના વધુ એક તબક્કાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં વિવિધ ૫૭ જેટલી યોજનાઓને આવરી લેવામાં આવી છે. આજે તાલુકા મથકોએ પણ સેવા સેતુનું આયોજન થયેલ છે. વિશેષમાં ધારાસભ્યશ્રીએ સરકારશ્રીની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ યોજના, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત યોજના, કુંવરબાઈનું મામેરું, વિધવા સહાય યોજના તેમજ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના વિશે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગરીબ અને માધ્યમ વર્ગના ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો સગા-વહાલા, પડોશી પાસે આર્થિક સહાય માટે હાથ લાંબો કરવો પડતો કે પોતાની કીમતી વસ્તુઓ વેંચવી પડતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને આવી લાચારીથી મુક્ત કરવાની સાથે સ્વમાનભેર સારી હોસ્પિટલોમાં રૂપિયા પ લાખ સુધીની સારવાર લઇ શકે તેવી આયુષ્માન કાર્ડની યોજના અમલમાં મુકેલી છે જે ખરા અર્થમાં આશીર્વાદરૂપ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મહત્તમ લોકો લાભ લઇ શકે તે માટે અનેક કેમ્પનું આયોજન કરી ચુકેલા ધારાસભ્યશ્રી સાગઠીયાએ આશરે ૪૦૦૦ જેટલા સુકન્યા સમૃદ્ધિ યોજનાના બેંક એકાઉન્ટ ખોલાવેલ છે. આ યોજનાથી દિકરીઓ માટે ઉચ્ચ અભ્યાસ, લગ્ન પ્રસંગે નોંધપાત્ર રકમનો લાભ મળશે. મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, સરકારશ્રી દ્વારા સને ૨૦૧૬થી શરૂ થયેલ સેવા સેતુ જેવા ઉમદા કાર્યક્રમના આયોજનના માધ્યમથી સરકાર અને વહીવટી તંત્ર લોકોના દ્વારે પહોંચી રહ્યું છે. સેવા સેતુંમાં વિવિધ સેવાઓનો ૮૮૮૨૯ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા આજથી સેવા સેતુના વધુ એક તબક્કાનો શુભારંભ થયો છે. જેમાં ૫૭ જેટલી વિવિધ સેવાઓનો લાભ લોકોને અહીં એક જ સ્થળેથી પ્રાપ્ત થઇ શકશે. નાગરિકોની સુખ સુવિધાઓની ચિંતા કરી રહેલ સરકારશ્રી દ્વારા લોકો પ્રત્યેની સંવેદનશીલતાને કારણે સરકાર પ્રત્યેનો લોકોનો વિશ્વાસ ચરિતાર્થ થઇ રહ્યો છે. સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા પણ વિકાસ કામો અને યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા સતત ચિંતિત છે. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ અન્ય યોજનાઓના કાર્ડ ટોકનરૂપે આપવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાયો. આ પ્રસંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા એમ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓના લાભો નાગરિકોને ઘર આંગણે મળી રહે તે માટે આજથી સેવા સેતુ કાર્યક્રમના વધુ એક તબક્કાનો પ્રારંભ થયેલ છે અને આગામી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી દર માસના બીજા શનિવારે અલગ-અલગ ઝોનમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ મહિલા કોર્પોરેટર દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, અસ્મિતાબેન દેલવાડિયા અને મિતલબેન લાઠીયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કર્યું હતું, લોકોને જુદી-જુદી યોજનાઓ માટે જુદા-જુદા વિભાગોમાં ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુમા પોતાના જ વિસ્તારમાં ઉકેલી શકાય તેવા પ્રશ્નોનો સ્થળ ઉપર જ તે દિવસે જ નિકાલ થશે એટલે કે, લોકોના ઘર આંગણે જ તંત્ર ઉપસ્થિત રહી પ્રશ્નોનો નિકાલ કરશે. આજના સેવા સેતુ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા લગત સેવાઓ તેમજ સરકારશ્રીની જુદી-જુદી સેવાઓ જેવી કે, રાશન કાર્ડ, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, જાતિ પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, PMJAY, સુકન્યા સમૃધ્ધિ યોજના, આધારકાર્ડ, વિજળીનાં કનેક્શન, આધારકાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, નવા બેંક એકાઉન્ટ, અટલ પેન્શન યોજના, જન ધન યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, વૃધ્ધ નિરાધાર યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વિધવા સહાય યોજના, આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, જન્મ મરણ પ્રમાણપત્ર, લર્નિંગ લાઈસન્સ, આઇટીઆઈ એડમિશન, વોટર કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન, ટાઉન પ્લાનિંગ લગત સેવાઓ, ફૂડ લાઈસન્સ, ઈ-શ્રમ રજીસ્ટ્રેશન વગેરે અંગે કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટ  દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!