અંકલેશ્વર : હોટલો નાં ફુડ વેસ્ટ ગામની ડમ્પીંગ સાઇડ પર નાંખતા ફરિયાદ

અંકલેશ્વર ખાતેની સ્ટાર કેટેગરીમાં આવતી હોટલો નાં ફુડ વેસ્ટ ગામની ડમ્પીંગ સાઇડ પર નાંખતા ફરિયાદ
સ્ટાર કેટેગરી હોટલના ફૂડ વેસ્ટ પિરામણ ખાતે ની ડમ્પીંગ સાઈટ પર નાંખતા હોવાની ફરિયાદ કલેક્ટર અને જીપીસીબી ને ફરિયાદ કરવામાં આવી
અંકલેશ્વર ખાતે ની સ્ટાર કેટેગરી માં આવતી હોટલો પણ તેમનું ફૂડ વેસ્ટ પિરામણ ખાતે ની ડમ્પીંગ સાઈટ પર નાંખતા હોવાની ફરિયાદ કલેક્ટર અને જીપીસીબી અંકલેશ્વર ને જાગૃતિ નાગરિક દ્વારા કરવામાં આવી છે.
અંકલેશ્વર ખાતે સ્ટાર કેટેગરી માં આવતી આ હોટલો તેમનો ખર્ચ બચાવવા આ રીતે ટૂંકો રસ્તો અપનાવી રહ્યા છે. કાયદા મુજબ તેમણે તેમનો વેસ્ટ નો વૈજ્ઞાનીક ઢબે નિકાલ કરતી સાઈટ પર આપવા નો હોય છે આ અગાઉ પણ આ બાબત ની ફરિયાદ જીપીસીબી ને થઈ હતી જ્યાં જીપીસીબી દ્વારા સ્ટાર કેટેગરી માં આવતી શાલીમાર હોટેલ ને નોટિસ પણ આપવામાં આવી હતી જે બાદ થોડા સમય માટે કાયદેસર નો નિકાલ કરવામાં આવતો હતો. જ્યાર બાદ ફરી અન્ય ખાનગી ખેડૂત સાથે કરાર કરી ખેડૂત ખતેર માં લઇ જાય છે એવો કરાર કરી ખેડૂત ને આપવાનું ચાલુ કર્યું હતું અને એ ખેડૂત ખેતર માં લઇ જવાને બદલે પિરામણ ગામની ડમ્પીંગ સાઈટ પર ખાલી કરતાં ગામ લોકો નાં હાથે ઝડપાયા છે. આમ આ ગેર કાયદેસર ફુડ વેસ્ટ નો નિકાલ ની તપાસ અને કાર્યવાહી કરવા જીપીસીબી અંકલેશ્વર અને ગાંધીનગર તેમજ કલેકટર કચેરી ભરૂચ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756