ઓલપાડની પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ પુસ્તક વાચક સ્પર્ધામાં ઝળક્યા

ઓલપાડની પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ પુસ્તક વાચક સ્પર્ધામાં ઝળક્યા
બાળકોને ફક્ત વાંચતા શીખવું પૂરતું નથી. તેમને વાંચવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ. જે થકી તેમની કલ્પનાઓનું વિસ્તરણ થશે. આ વિચારોને મજબૂત કરવા માટે ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય દ્વારા વાંચન-અધ્યયન સંદર્ભે પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સદર સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાની ધોરણ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ધ્વનિ દેવકુમાર ભટ્ટ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમે, કોસમ પ્રાથમિક શાળાની ધોરણ-૭ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શિવાની હસમુખભાઈ પટેલ તૃતીય ક્રમે જ્યારે કુદિયાણા પ્રાથમિક શાળાની ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ક્રિષ્ના આહીરે દ્વિતીય ક્રમે વિજેતા બની શાળા તથા તાલુકાનું ગૌરવ વધારેલ છે.
તાલુકાની પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીનીઓની આ ઉપલબ્ધિ બદલ તેમનાં માર્ગદર્શક શિક્ષકો, શાળાનાં મુખ્યશિક્ષકો સહિત બી.આર.સી. કૉ-ઓર્ડિનેટર કિરીટ પટેલ તેમજ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756