ડભોઇ : હનુમાન જયંતી અને ચૈત્રી પૂર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી

ડભોઇ શહેર તાલુકામાં હનુમાન જયંતી અને ચૈત્રી પૂર્ણિમાની શ્રધ્ધાભેર ઉજવણી
હનુમાન જયંતી એ હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજરોજ શનીવારે ડભોઇ નગર અને તાલુકાના હનુમાન મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. હનુમાનજીને અમરત્વનું વરદાન પ્રાપ્ત હોવાથી તેમને કળયુગના જીવંત દેવતા કહેવામાં આવે છે .સુર્યપુત્ર અને ભગવાન શિવના અંશાવતાર ભગવાન હનુમાનજીની પૂજા કરવાથી સંકટમાંથી મુક્તિ મળે છે. જે લોકોની કુંડળીમાં શનિદેવ ગ્રહની અશુભ અસર હોય તો તેવા જાતકોને હનુમાનજીની આરાધના કરવાથી સંકટ માંથી મુક્તિ મળે છે. તેમજ ભૂત-પ્રેત જેવી નકારાત્મક શક્તિઓ સામે હનુમાનજી મુક્તિ અપાવે છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે સુગંધી તેલ, આંકડાની માળા, કાળાતલ અને સિંદૂર ચઢાવાય છે. તેમજ રામચરિતમાનસનો અખંડપાઠ, સુંદરકાંડના પાઠ, બજરંગ બાણ, હનુમાન બાહુક, વગેરેનું પઠન કરવાથી વિશેષ ફળ મળે છે અને હનુમંત પ્રસન્ન થાય છે.
હનુમાન જયંતિ નિમિત્તે ડભોઇ નગરમાં હનુમાનજી મંદિરોમાં યજ્ઞ, ભજન કીર્તન, સુંદરકાંડ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ડભોઇ લાલ બજાર ખાતે આવેલ હનુમાનજી મંદિરમાં પણ આજરોજ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો. તેમજ શીતળાઈ તળાવ પાસે આવેલ હનુમાનજી મંદિરે ,પટેલવાગામાં આવેલ રોકડિયા હનુમાન જેવા વિવિધ મંદિરોમાં પૂજા અર્ચના કરી ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટ :- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756