રાજકોટ માં લુંટના ગુનાના આરોપીઓને પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ

રાજકોટ માં લુંટના ગુનાના આરોપીઓને પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ
Spread the love

રાજકોટ માં લુંટના ગુનાના આરોપીઓને પકડી પાડતી કુવાડવા રોડ પોલીસ.

રાજકોટ માં તા.૧૬/૪/૨૦૨૨ ના રોજ ફરીયાદી સંજયભાઈ રામાભાઈ ગોહેલ રહે.મંગલપુર જી.જુનાગઢ તથા સાહેદ રણમલભાઈ વાળાનાઓ અર્ટીકા વાહનમાં અમદાવાદ જવાના બહાને ૩ અજાણ્યા આરોપીઓ અમદાવાદ જવાના બહાને ગાડીમાં બેસાડી અમદાવાદના બદલે કુવાડવા વાંકાનેર રોડ પર રાણપુર નવાગામ જવાના રસ્તે અવાવરૂ જગ્યાએ લઈ જઈ અને ત્રણેય આરોપીઓએ ફરીયાદી-સાહેદને છરી બતાવી રૂ.૨૫,૦૦૦ તથા મોબાઈલ ફોન રૂ.૧૦,૦૦૦ તથા ફીંગર પ્રીન્ટ ડીવાઈસ રૂ.૩૦૦૦ કુલ.૩૮,૦૦૦ ની લુંટ કરેલ હતી. જે બાબતે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં લુંટનો ગુનો દાખલ થયેલ હતો. લુંટના આરોપીઓને પકડવા માટે અલગ અલહ ટીમો મારફતે તથા ટેક્નીકલ ઈન્ટેલીજટ આધારે પો.કોન્સ રોહીતદાન ગઢવી તથા રાજેશભાઈ ચાવડાની ચોક્કસ હકીકત આધારે આ લૂંટમાં સંડોવાયેલ આરોપીઓને મુદ્દામાલ તથા અર્ટીકા કાર સાથે રાજકોટ અમદાવાદ હાઈવે રોડ માલીયાસણ ચોકડી પાસેથી પકડી પાડવામાં આવેલ છે. (૧) સાહીલ મનસુખભાઈ મુખીડા ઉ.૨૧ રહે.એક્તા સોસાયટી શેરીનં-૬ પરાપીપળીયા રાજકોટ. (૨) રવી કાનજીભાઈ ભટ્ટ જાતે.બ્રાહ્મણ ઉ.૨૯ રહે.ગુલાબનગર જામનગર. (3) સોયબ શેરખાન પઠાણ ઉ.૨૨ રહે.ઘંટેશ્વર જામનગર રોડ રાજકોટ. અર્ટીકા ગાડી રજી.નં-GJ-4-CA 4179 કિ.રૂ.૫,૦૦૦૦૦ કુલ ૫,૩૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!