ડભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષમાન ભારત બ્લોક હેલ્થ મેળા નું આયોજન

ડભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષમાન ભારત બ્લોક હેલ્થ મેળા નું આયોજન
ડભોઇ સામુહિક આરોગ્ય કેન્દ્ર સરકારી દવાખાના ખાતે આજરોજ આયુષમાન ભારત બ્લોક હેલ્થ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય મેળા માં દર્દીઓ ને આંખ,કાન,ની તપાસ તેમજ સારવાર ડાયાબિટીસ,બ્લડપ્રેશર, ચામડી ના રોગો,નાનાબાળકોની તપાસ,સ્ત્રી રોગ સહિત ના રોગો ની વિનામૂલ્યે તપાસ તેમજ સારવાર કરવામાં આવી હતી.આ પ્રસંગે સરકારી દવાખાના ખાતે રક્તદાન શિબિર પણ યોજવામાં આવી હતી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના કાર્ડ પણ વિના મૂલ્યે કાઢી આપવામાં આવ્યા હતા જેનો લાભ લેવા મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા,નગરપાલિકા પ્રમુખ કાજલબેન દુલાણી,ભારતીય જનતા પાર્ટી ના આગેવાન શશીકાંતભાઈ પટેલ,અશ્વિનભાઈ વકીલ,ડો,સંદીપ શાહ,બિરેન શાહ, વિશાલ શાહ,ભાજપમહિલા મોરચા ના સુકીર્તિ તડવી તેમજ હીનાબેન ભટ્ટ સહિત ના ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા.
રિપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756