મોરબીમાં 26મીથી હરિપ્રકાશદાસજી સ્વામી હનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવશે

મોરબીઃ આગામી તારીખ 26 એપ્રિલથી 2જી મે દરમિયાન મોરબીના રવાપર-ધનુડા રોડ પર આવેલા સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ રાત્રે 8-30 થી 11-30 કલાક સુધી વક્તા પદે હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) સાળંગપુરધામથી પધારી પોતાની આગવી સંગીતમય શૈલીમાં સુમધુર કથાનું રસપાન કરાવશે. ત્યારે આ કથામાં સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.
સનસીટી ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ દ્વારા યોજાનાર આ કથાનો પ્રારંભ 26 એપ્રિલને મંગળવારના રોજ રાત્રે 8-30 કલાકે થશે. રાત્રે 9 કલાકે સંતોના તથા કથાના યજમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય થશે. તારીખ 30 એપ્રિલના રોજ રાત્રે 9 કલાકે અન્નકૂટ ઉત્સવ યોજાશે. ત્યારબાદ 30 એપ્રિલના રોજ રાત્રે 10.30 કલાકે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં હનુમાનદાદાને 51 કિલોની કેક ધરવામાં આવશે. 108 કિલો પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજ સંતો ભક્તોને વધાવવામાં આવશે. સમગ્ર સભામંડપ ફૂલો અને ફૂગ્ગાથી સજાવવામાં આવશે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે. 51 કિલો ચોકલેટ-કેડબરી દાદાને ધરવામાં આવશે. 28 એપ્રિલ ને ગુરુવારના રોજ કથા સ્થળે રાત્રે 8 કલાકેથી 10 કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. 2 મેના રોજ રાત્રે 11-30 કલાકે કથાની પૂર્ણાહુતિ થશે. હનુમાન ચાલીસા કથાનું લાઈવ પ્રસારણ પણ નીહાળી શકાશે. આ કથામાં દર્શનીય સંતો, કથાના યજમાનો, સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756