ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાનાં તારીખ માં ફેરફાર

ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાનાં તારીખ માં ફેરફાર
જૂનાગઢ : ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨ અંતર્ગત જૂનાગઢ શહેર તથા જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થયેલ હતું. જેમાં ટેબલ ટેનિસની નેશનલ ઝોનલ ટુર્નામેન્ટ તથા રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન આગામી તા.૦૭/૦૫/૨૦૨૨ થી તા.૧૨/૦૫/૨૦૨૨ દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અંતગર્ત જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાના આયોજનમાં તારીખ, સ્થળ ફેરફાર કરવામાં આવેલ છે.
જેમાં જૂનાગઢ શહેર જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા અંડર-૧૪ અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૨/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ અને ઓપન એઈજ ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ અને અંડર-૧૭ અને ૪૦ થી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ સ્પર્ધા આલ્ફા વિદ્યા સંકુલ, વડાલ જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
જ્યારે જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા અંડર ૧૪, ૧૭ અને ૬૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૨/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ અને ઓપન એઈજ, ૪૦ વર્ષથી ઉપરના ભાઈઓ/બહેનો માટે સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨ સવારે ૦૭-૩૦ સ્પર્ધા શ્રી એલ.વી.બી.હાઈ., કેશોદ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756