મોરબીમાં ૬ મેના રોજ ખેલમહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધાનું આયોજન

મોરબીમાં ૬ મેના રોજ ખેલમહાકુંભ અંતર્ગત કરાટે સ્પર્ધાનું આયોજન
Spread the love

ડોલ્સ & ડૂડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કુલ, રત્નકલા એક્ષપોર્ટ, ઉમિયા સર્કલ, સ્કાય મોલની બાજુમા, મોરબી ખાતે સ્પર્ધા યોજાશે

ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે. આ ખેલ મહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રમતગમતનું વાતાવરણ ઉભું થાય અને ખેલદિલીને આગળ વધારવા તથા ગામ,શહેર, તાલુકા,  જિલ્લા અને રાજ્ય લેવલે ખેલાડીઓની પ્રતિભા વધે તેમજ શારીરિક સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવાનો છે.

આ ખેલ મહાકુંભમાં કરાટેની સ્પર્ધામા ખેલાડીઓ ભાગ લે તે હેતુથી જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ વિવિધ રમતોનાં જુદા જુદા વયજુથમાં સમાવેશ કરી આયોજન કરવામાં આવનાર છે. જે સ્પર્ધાનું મોરબી જિલ્લા કક્ષાનું આયોજન તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ વિનય ઇન્ટરનેશનલ સ્કુલ- ધુનડા ખાતે રાખેલ જેનુ સ્થળ ફેરફાર કરી ડોલ્સ & ડૂડ્સ ઇન્ટરનેશનલ પ્રી-સ્કુલ, રત્નકલા એક્ષપોર્ટ, ઉમિયા સર્કલ, સ્કાય મોલની બાજુમા, મોરબી ખાતે રાખેલ છે. જેથી કરાટેની સ્પર્ધામા ભાગ લેનાર મોરબી જિલ્લાના ખેલાડીઓએ ફેરફાર કરેલ સ્પર્ધા સ્થળ પર સવારે : ૭.૦૦ થી ૮.૦૦ કલાક સુધીમા રીપોર્ટ કરવાનો રહેશે. વધુ માહિતી માટે  જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન. પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી,બી.એસ.નાકિયા મો.૯૭૧૪૯૦૪૬૬૯નો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ :- ઘનશ્યામ પેડવા, માહિતી બ્યુરો, મોરબી

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

photogallery_1571-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!