અંકલેશ્વરના યુવાને અને એક આધેડે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી

અંકલેશ્વરના યુવાને અને એક આધેડે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી
Spread the love

અંકલેશ્વરના યુવાને અને એક આધેડે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી

અંકલેશ્વરના અંદાડા ગામના યુવાન અને ત્યાગી નગરના આધેડે અગમ્ય કારણોસર નર્મદા મૈયા બ્રિજ પરથી ઝપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ફાયરબ્રિગેડની ભારે શોધખોળ વચ્ચે ઘટનાના 24 થી 48 કલાક બાદ બન્નેના મૃતદેહ શનિવારે મળી આવ્યા હતા.
શુક્રવારે સવારે અંકલેશ્વરના ત્યાગી નગરના 50 વર્ષીય રાજેન્દ્ર પરમાર કોઈ કારણોસર ઘર છોડી ચાલ્યા ગયા હતા. પરીવારજનો દ્વારા શોધખોળ કરતા જાણવા મળ્યુ કે નર્મદા મૈયા બ્રિજ પર કોઈક અજાણ્યા પુરુષે છલાંગ લગાવી છે અને તેની બાઇક અને ચંપલ બ્રિજ પર મુકેલા છે. જે આધારે અને સીસીટીવી પરથી રાજેન્દ્રભાઇ બ્રિજ પર ચાલતા જતા નજરે પડ્યા હતા. પરિવારજનો દ્વારા ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ અને અંકલેશ્વરના ફાયર ફાઈટરો નર્મદા નદીના દક્ષિણ છેડે પહોચી નર્મદા નદીમાં શોધખોળ આરંભી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતા 28 વર્ષીય સંતોષ મીઠા મકવાણા કોઈ કારણોસર રાત્રીના સમયે ઘરેથી નીકળી નર્મદા મૈયા બ્રિજ પર પોહચ્યા હતા. પરિવારજનોને હું આત્મહત્યા કરું છું એમ ફોન કર્યો હતો. પોતાનો છેલ્લો ફોટો વોસ્ટઅપ કરી મોતની છલાંગ લગાવી હતી.
ફાયર ફાઈટરોની બે દિવસથી શોધખોળ બાદ શનિવારે અંકલેશ્વર નગરપાલિકા તેમજ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવ્યા હતા. અંકલેશ્વર પોલીસે બન્ને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આત્મહત્યાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ ફાયર ફાઈટરની ટીમના મેહુલ પટેલ, અનિલ વસાવા સહિતનો આભાર વ્યક્ત રહ્યો હતો.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!