ખેડબ્રહ્મા:જ્યોતિ હાઇસ્કુલની 1989ની એસએસસી બેચ રીયુનિયન યોજાયું

ખેડબ્રહ્મા:જ્યોતિ હાઇસ્કુલની 1989ની એસએસસી બેચ રીયુનિયન યોજાયું.
શ્રી જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા ૧૯૮૯માં SSC માં ભણતા દીકરા દીકરીઓ નું જે તે વખતના ગુરૂજીઓ ની હાજરીમાં સ્નેહમિલન
હોટલ બ્લુ મુંન ના કોન્ફરન્સ હોલમાં યોજાયુ.
યોગીની જાની એ સ્વાગત કર્યું.. ગુરુજીઓ નું સન્માન મોમેન્ટો અને પેનો આપી કરવામાં આવ્યું હતું તથા સમૂહમાં ભોજન પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ.
પૂર્વ ગુરૂજીઓ જેઠાભાઈ કે પટેલ, દેવીસિંહ ચૌહાણ, પરબતસિંહ પરમાર, મિર્ઝા સર, હરગોવનભાઈ પટેલ, આર કે પટેલ, પી.કે.દવે જ્યોત્સનાબેન, રમીલાબેન, પી.કે. પટેલ તથા ધીરુભાઈ ઉપસ્થિત રહેલ..
સૌ ગુરૂજીઓએ આશીર્વાદ આપ્યા..
જેઠાભાઇ સાહેબે શાળાની શુભ શરૂઆત ના સંસ્મરણો તાજા કરાવ્યા હતા.
આચાર્ય સુરેશકુમાર પટેલે પૂર્વ વિદ્યાર્થીઓ ને ભાવથી બિરદાવેલ. યોગીની દેવેશ જાની તરફથી શાળાને રૂપિયા ૫૧૦૦૦ ઋણ સ્વરૂપે આપેલ..
કાર્યક્રમને સફળ બનાવવા માટે ગાયત્રી જયેશ ત્રિવેદી, હરીશ અગ્રવાલ, કલ્પેશ મિસ્ત્રી, રાકેશ પટેલ, અશોક પટેલ, જગદીશ પટેલ, વિનોદ પટેલ, બકુલ મિસ્ત્રી એ ખૂબ જહેમત ઉઠાવેલ. આભાર દર્શન પૂર્વ વિદ્યાર્થી અને ઇડરના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કરેલ.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756