ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની, મૈસુરના વીર યોદ્ધા ટીપુ સુલતાનની પુણ્યતિથિ

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની, મૈસુરના વીર યોદ્ધા ટીપુ સુલતાનની પુણ્યતિથિ
Spread the love

અણ ઉકેલ્યો ઇતિહાસ

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની, મૈસુરના વીર યોદ્ધા ટીપુ સુલતાનની પુણ્યતિથિ – ઇતિહાસ વંદન

ટીપુ સુલતાન ૧૮મી સદીના રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ રાજવી

ઘેટાંની જેમ સો વર્ષ જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું સારું

અઢારમી સદીના મહાન રાજવીઓમાં જો કોઈ અગ્ર હરોળમાં હોય તો તે છે ટીપુ સુલતાન. ભારતના અંગ્રેજી શાસનના ઇતિહાસમાં યુવાનીમાં અંગ્રેજી રાજયનો પાયો હચમચાવી પ્રથમ યુદ્ધ વિજેતા એટલે મહાન યોદ્ધા ટીપુ સુલતાન.
ભારતના મહાન રાજવીઓમાં એક કે જેમણે વીરતા સાથે સુશાસન સ્થાપી અનેક નવી શોધ કરી આજે તેમની પુણ્યતિથિ નિમિતે તેમના પરાક્રમ અને પુણ્યકાર્યો યાદ કરીને ઐતિહાસિક વંદન કરીએ. સુલતાન સઈદ વાલશરીફ ફતેહ અલી ખાન બહાદુર સાહેબ ટીપુ
ઉ૫ નામ ટીપુ સુલતાન અને તેમના પિતા હતા હૈદરઅલી ૨૦ નવેમ્બર ૧૭૫૦ તેમનો જન્મ થયો હતો. ૪ મે ૧૭૯૯ તેઓ વિરગતિ પામ્યા શ્રીરંગપટનમ હાલનું કર્ણાટક. મૈસૂર ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યના મૈસૂર જિલ્લામાં આવેલું એક નગર છે. મૈસૂરમાં મૈસૂર જિલ્લાનું મુખ્યાલય છે. આ મહાન ભૂમિ એટલે મૈસુર….વિજ્ય નગર સામ્રાજ્યના અંત બાદ અહી ટીપુ સુલતાનના પિતા હૈદરઅલી દ્વારા એક મહાન રાજ્ય નિર્માણ કરવામાં આવ્યું. તેમણે મૈસુર રાજ્યનો સર્વાંગીણ વિકાસ કર્યો…. તેમના અવસાન પછી તેમના પુત્ર ટીપુ સુલતાન તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. તેણે નવી જ જમીન મહેસૂલ પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. તેણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સમાનતાપૂર્ણ વ્યવહાર કર્યો હતો. મૈસુર દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત બાદ હૈદરાબાદની પાસે આવેલું મૈસુર હૈદરઅલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. તેણે મૈસુરના રાજા કૃષ્ણરાજ વદીયારને નામ માત્રનો રાજા બનાવી વાસ્તવિક સત્તા પોતાના હાથમાં લઈ લીધી . કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાવંત હૈદરઅલીએ મૈસુરનો મહત્ત્વપૂર્ણ વિકાસ કર્યો . ફ્રેંચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મદદથી તેણે ડિન્ડીગુલ ખાતે આધુનિક શસ્ત્રાગારની સ્થાપના ( ઈ.સ. 1755 ) કરી . મૈસુરના વાસ્તવિક શાસક ( ઈ.સ. 1761 ) બની એણે કન્નડ અને મલબાર સુધીનો વિસ્તાર પોતાના રાજ્યમાં ભેળવી દીધો. તેણે મુઘલ શાસનપ્રણાલી જેવી જ વ્યવસ્થા ઊભી કરી. મૈસુર સતત નિઝામ , મરાઠા અને અંગ્રેજો સામે સંઘર્ષમાં રહેતું. તેણે ( 1779 ) અંગ્રેજોને હરાવી દીધા હતા પરંતુ બીજા એંગ્લો – મૈસુર યુદ્ધ ( 1782 ) માં તે મૃત્યુ પામ્યા અને તેની જગાએ ટીપુ સુલતાન ગાદી પર આવ્યા. ચતુર્થ એંગ્લો – મૈસુર યુદ્ધમાં મૃત્યુ ( ઈ.સ. 1799 ) પામતાં સુધી ટીપુ સુલતાન મૈસુરમાં શાસન કરવાવાળા શક્તિશાળી સુલતાન હતા. ફ્રાંસની રાજ્યક્રાંતિથી ખૂબ જ પ્રોત્સાહિત થઈ તેમણે સમયની સાથે પોતાના રાજ્યમાં વ્યાપક પરિવર્તનો કરનાર તે એક શક્તિશાળી સુલતાન હતો. નવીન કેલેન્ડર , નવા જ સિક્કાઓ અને નવી પ્રણાલીથી તોલમાપ શરૂ કરનાર તેમજ આધુનિક પુસ્તકાલય તથા ધર્મ , ઇતિહાસ , વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રસરુચિ લેનાર કદાચ અઢારમી સદીના એકમાત્ર સુલતાન હતા . શ્રીરંગપટ્ટમમાં સ્વતંત્રતા વૃક્ષ સ્થાપીને તે ‘ જેકોબીન ક્લબ’ ના સભ્ય બન્યા હતા. લશ્કરી વ્યવસ્થામાં પણ આધુનિકીકરણ લાવી તેણે ઉચ્ચ કોટીનું લશ્કર તૈયાર કર્યું હતું . યુરોપિયન શૈલી પ્રકારે બંદૂકો અને આધુનિક હથિયારોથી તેણે લશ્કરનું નવીનીકરણ કર્યું . એટલું જ નહીં પણ તેણે નૌકાસેના ઊભી કરી, જહાજો પણ બનાવ્યાં હતાં. તે પોતે પણ પ્રતિભાવંત સેનાપતિ હતો l. તે કહેતો *ઘેટાંની જેમ સો વર્ષ જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવું સારુ* ચતુર્થ એંગ્લો – મૈસુર યુદ્ધમાં અંગ્રેજોએ તેને હરાવ્યો અને તે અહીં લડતાં – લડતાં વીરગતિને પામ્યો. ટીપુ સુલતાન ૧૮ મી સદીના રાજનીતિજ્ઞોમાં સૌથી શ્રેષ્ઠ હતો . અંગ્રેજોના રૂપમાં ઊભા થનાર ખતરાની જાણ તેને હતી અને એટલે જ અંગ્રેજો તેમને પોતાનો સૌથી ખતરનાક દુશ્મન સમજતા હતા.ટીપુ સુલતાન, ટીપુ સાહેબ તરીકે પણ ઓળખાય છે તેઓ મૈસુર રાજ્યના શાસક હતા. તેઓ મૈસુરના સુલતાન હૈદર અલીના સૌથી મોટા પુત્ર હતા. ટીપુ સુલતાનની રોકેટની શોધ મહાન શોધ હતી. ટીપુ સુલતાન અંગ્રેજો સામે વિરતાપૂર્વક લડ્યા અને વિરગતિ પામ્યા……. તેમની પુણ્યતિથિ નિમિતે ઇતિહાસ વંદન.

 

 

રાજેશ સોલંકી, ગીર સોમનાથ
(લેખક,ચિંતક,ઇતિહાસવિદ)

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!