કેશોદ પાઠક સ્કૂલ દ્વારા વિધાર્થીઓ માટે એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો

કેશોદ પાઠક સ્કૂલ દ્વારા કેશોદ તેમજ આજુબાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે એક વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો
કેશોદ પાઠક સ્કૂલ દ્વારા કેશોદ તેમજ આજુબાજુના વિસ્તારના વિધાર્થીઓ માટે એક વિશેષ સેમિનાર રાખવામાં આવેલ હતો જેમા કેશોદ તેમજ આજુ બાજુના વિસ્તારના લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી
કેશોદમાં બીજી વખત આ મોટીવેશનર સ્પીકર સંજય રાવલ દ્વારા યોજાયો હતો આ સેમિનાર
ત્યારે આ કાર્યક્રમ માં કેશોદ ના DYSP ગઢવી સાહેબ તેમજ ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ ડો.સ્નેહલ તન્ના સાથે જગમાલ ભાઈ નંદાણીયા સહીત આમંત્રિત મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા જ્યારે ઉપસ્થિત તમામ મહેમાનોને ભાગવત ગીતાનું પુસ્તક આપી અને પાઠક સ્કૂલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું તેમજ શૈક્ષણિક વર્ષ દરમ્યાન બાળકોએ મેળવેલી સિદ્ધિઓને પણ બિરદાવી અને બાળકો ને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા
જ્યારે આ કાર્યક્રમ માં ગુજરાતના મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ દ્વારા 21 મી સદીમાં સ્કિલની સદી તરીકે નવી શિક્ષણ નીતિમા પણ સ્કિલને બહુ મહત્વ આપાયું છે તે બાબતો પર વિધાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી
જયારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ભુપેન્દ્ર જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
રિપોર્ટ :- પરેશકુમાર વાઢીયા (માળીયા હાટીના)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756