જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણાં કરશે

જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણાં કરશે
જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે રાજ્યનાં હજારો શિક્ષકો ગાંધીનગર ખાતે ધરણાં કરશે
જૂની પેન્શન યોજનાનાં અમલીકરણ માટે રાજ્યનાં હજારો પ્રાથમિક શિક્ષકો સહિત અન્ય સંવર્ગ કર્મચારીઓ આવતીકાલે તારીખ ૯મી મેનાં રોજ ગાંધીનગર ખાતે ધરણાં કરશે.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલ અને મહામંત્રી અરવિંદ ચૌધરીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ ૨૦૦૫ પછી નિમણૂક પામેલ શિક્ષકો તેમજ રાજ્ય સરકારનાં અન્ય કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. જેમાં કર્મચારીઓને માંડ રૂપિયા ૨૫૦૦ થી ૨૭૦૦ જેટલું પેન્શન મળવાપાત્ર થાય છે. નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે રાજ્યનાં હજારો કર્મચારીઓ આવતીકાલે સોમવારનાં રોજ સવારે ૧૦ : ૦૦ થી બપોરે ૨ : ૦૦ સુધી સત્યાગ્રહ છાવણી, સેક્ટર – ૬, ગાંધીનગર ખાતે ધરણાં પર બેસશે. જેમાં સુરત જિલ્લામાંથી ૧૦૦૦ થી વધુ શિક્ષક ભાઈ-બહેનો જોડાશે.
આ વિરોધ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત અન્ય સરકાર માન્ય સંગઠનો પણ જોડાશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756