ધોરાજી પોલીસ સ્ટેશન દ્વારા ભગવત ગીતા અને કંકાવટીની ભેટ આપી

પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્ર સાર્થક કરતી ધોરાજી પોલીસ
ઠંડી હોઇ કે ગરમી હોઇ કે હોઇ વરસાદ રાત દિવસ જોયા વગર 24×7 પોતાના પરિવાર કરતા આમ પ્રજાના પરિવારની હર હમેશા પ્રથમ ચીંતા કરતી પોલીસ સતત પ્રજાની વચ્ચે રહી પોલીસ પ્રજાનો મીત્ર છે એ સુત્ર ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ શ્રી એ.બી.ગોહિલ તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ સાર્થક કરેલ છે જેમા ધોરાજી લેઉઆ પટેલ સમાજ ખાતે શ્રી લેઉઆ પટેલ જાગૃતિ મંડળ ધોરાજી દ્વારા બાવીસમા સમુહ લગ્ન મહોત્સવનુ આયોજન કરેલ હોઇ જે અન્વયે આજરોજ તા.૦૮/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ પટેલ સમાજની દિકરીઓના સમુહ લગ્ન હતા ત્યારે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ એ.બી.ગોહિલ સાહેબ તથા પોલીસ સ્ટાફએ ત્યા જઇ સમુહ લગ્નમા સહભાગી થઇ દિકરીઓને ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ શ્રી એ.બી.ગોહિલ સાહેબ તથા ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ભગવત ગીતા અને કંકાવટીની ભેટ આપી પોલીસ પ્રજાનો મીત્ર છે તે સુત્ર ખરા અર્થમા સાર્થક કરેલ
રિપોર્ટ વિપુલ ધામેચા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756