ખેડબ્રહ્મા: વાલ્મિકી સમાજનો સમુહ લગ્નોત્સવ ઉજવાયો

ખેડબ્રહ્મા: વાલ્મિકી સમાજનો સમુહ લગ્નોત્સવ ઉજવાયો.
સાબરકાંઠા જિલ્લા ના ખેડબ્રહ્મા તાલુકા વાલ્મિકી સમાજ સેવા સમિતિ અને 21 ગામ
વાલ્મિકી સમાજ દ્વારા ૪થો સમૂહ લગ્નોત્સવ ખેડબ્રહ્મા મા અંબાના ધામમાં
તા. 8-5-2022 ને રવિવારના રોજ યોજાયો હતો
સમૂહ લગ્ન સંસ્કાર છે
સમૂહ લગ્ન એટલે સંગઠન અને સમૃદ્ધિ
આવા પવિત્ર કાર્યમાં યથાશક્તિ તન મન અને ધનથી સહયોગ આપીને બિનજરૂરી ખર્ચા અને રિવાજો ને તિલાંજલિ આપીને સમૂહ લગ્નમાં વધુમાં વધુ
વર- જોડાઓ જોડાય તે માટે સમાજને અપીલ કરવામાં આવી હતી
ખેડબ્રહ્મા મુકામે મા અંબા ના સાનિધ્યમાં સપ્તપદીના સાત મંગળફેરા ફરનારા 21 નવયુગલ વધુઓએ
પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
વાલ્મિકી સમાજ સેવા સમિતિ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં કન્યાદાન, ચોરીના દાતા ભોજન ના દાતાઓ દ્વારા સમૂહ લગ્નમાં યોગદાન આપી
આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
આ સમૂહ લગ્નોત્સવમાં
સંત શિરોમણી ગુરુ ગાદી આખજધામના ચંદુ રામ,કાશીરામ દાસજી, ચિરાગ દાસ બાપુ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ, વાલ્મિકી સમાજ સેવા સમિતિના પ્રમુખશ્રી ટ્રસ્ટીશ્રીઓ, મંત્રીશ્રીઓ એ ભારે જહેમત ઉઠાવી આ સમૂહ લગ્ન ઉત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેવું ઉપેન્દ્રભાઈ મકવાણા ખેડબ્રહ્મા એ જણાવ્યું હતું.
સમાજ ઉપર આર્થિક ભારણ ન પડે અને સમાજના અને દાતાઓના આર્થિક સહયોગથી
આ કાર્યક્રમ નિર્વિધ્ને પૂર્ણ કરવામાં આવ્યો હતો
સમૂહ લગ્નોત્સવમાં મદદરૂપ થનાર નામી-અનામી, તમામ સમાજના લોકોનો, દાતાઓનો
વાલ્મિકી સેવા સમિતિએ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ :ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756