કડીના ઝુલાસણ ખાતે આવેલ ડોલા માતાના મંદિરે ભક્તો દૂર દૂરથી આવેલ છે વિજા મેળવવાની માનતા લઈને

કડીના ઝુલાસણ ખાતે આવેલ ડોલા માતાના મંદિરે ભક્તો દૂર દૂરથી આવેલ છે વિજા મેળવવાની માનતા લઈને
અત્યાર સુધીમાં 3000 થી વધુ લોકો કરે છે અમેરિકામાં વસવાટ
રાજ્ય અને રાજ્ય બહારના લોકો આવે છે વિજાની માનતા માનવા
મંદિરમાં 70 થી 80 ટકા લોકો વિદેશ જવાની માનતા રાખવા આવે છે
હિન્દૂ મંદિરમાં મુસ્લિમ દેવી પૂજાતી હોવાની લોક વાયકા
હિન્દૂ ધર્મમાં દેવી દેવતાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે ત્યારે દેશ અને રાજ્યમાં અનેક એવા મંદિરો આવેલા છે જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા ધરાવતા હોય છે ત્યારે આજે વાત કરીશુ એક એવા મંદિરની કે જ્યાં લોક વાયકા મુજબ હિન્દૂ મંદિરમાં મુસ્લિમ દેવી પૂજાય છે ત્યારે આ મંદિરમાં હિન્દૂ ની સાથે સાથે મુસ્લિમ સમાજના લોકો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે અહીંયા આવતા લોકો મોટા ભાગે વિદેશ જવાની માનતા રાખવા આવી રહ્યા છે અને જે ગામમાં આ દેવીનું મંદિર આવેલ છે એ ગામના 3000 જેટલા લોકો હાલમાં અમેરિકા વસવાટ કરે છે
કડી તાલુકાના ઝુલાસણ ગામે આવેલા ડોલા માતાજીના મંદિર અસ્થાનું પ્રતીક છે ત્યારે આ મંદિર પોતાની આગામી વિશેષતા ધરાવતા પ્રખ્યાત બન્યું છે ઝુલાસણ ખાતે આવેલા ડોલા માતાજીના મંદિરે દૂર દૂર થી લોકો પોતાની માનતા લઈને મંદિરે આવતા હોય છે ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓ રાજ્ય બહારથી પણ આવતા હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે
*મંદિરનો ઇતિહાસ*
800 વર્ષ અગાઉ જુલાસણ ગામમાં જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું ત્યારબાદ ગામ લોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે અને જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમના કામ પુરા થતા ગયા એમ લોકો માં વધુ આસ્થા જાગી આ મંદિરમાં લોક વાયકા મુજબ મુસ્લિમ દેવી પૂજાય છે અને મંદિરમાં હિન્દૂ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવતા હોય છે
આ મંદિરમાં આવતા હિન્દૂ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે અને માનતા પૂર્ણ થયા બાદ ડોલા માતાને સુખડી અને શ્રીફળ ચડાવવામાં આવે છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે
*દૂર દૂરથી લોકો વિઝા પાસ થાય એવી માનતાઓ લઇને આવે છે*
કડી તાલુકાના ઝુલાસણ ગામ ખાતે આવેલ ડોલા માતાજીના મંદિર માં દૂર દૂરથી મોટા ભગના લોકો વિઝા મેળવવાની માનતા રાખવા આવતા હોય છે મંદિર ના પૂજારી ના જણાવ્યા પ્રમાણે અમારા ગામમાં 7 હજાર જેટલી વસ્તી છે જેમાં 3000 હજારથી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે અને આ મંદિરમાં 70 થી 80 ટકા લોકો પોતાના વિઝા ની માનતા લઈને આવતા હોય છે જ્યાં શ્રદ્ધાળુઓના 90 ટકા કામ થઈ પણ જાણ છે ગુજરાત નહિ પરંતુ હરિયાણા, પંજાબ, રાજસ્થાનના લોકો વિઝાની બાધા રાખવા આવતા હોય છે
*સુનીતા વિલિયમ્સ માટે ગ્રામ લોકોએ અખંડ જ્યોત જલાવી હતી*
ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી શુનીતા વિલિયમ્સ નું પૈતૃક ગામ છે સુનીતા વિલિયમ્સ ઘણી વાર આ ગામમાં મંદિરના દર્શન કરવા આવી ચૂકી છે સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાના અંતરિક્ષયાનયાત્રા પર હતી એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી એ દરમિયાન ઝુલાસણ ગામે ડોલા માતાના મંદિર ખાતે ગામ લોકો ભેગા મળી સુનીતા વિલિયમ્સ ના માટે મંદિરમાં અખંડ જ્યોત અને ધૂન બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ સુનીતા વિલિયમ્સ સફળતા પૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવી હતી અને ત્યારબાદ ઝુલાસણ ખાતે ડોલા માતાના દર્શન કરવા પહોંચ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756