કડી બનાસકાંઠા સોસાયટીમાંથી LCBએ ₹.1.87 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

કડી બનાસકાંઠા સોસાયટીમાંથી LCBએ ₹.1.87 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો
Spread the love

કડી બનાસકાંઠા સોસાયટીમાંથી LCBએ ₹.1.87 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

રહેણાક મકાનમાં થી ગેરકાયેદસર પાસપરમીટ વગર નો કુલ 29 પેટી સાથે 2,99,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો

બૂટલેગરો દારૂની હેરાફેરી કરે તે પહેલાં પોલિસે દારૂ સાથે ઝડપી પાડયા

કડી માં ગણા સમય થી ગેરકાયદેસર પ્રવુતિઓ ચાલી રહી છે.ત્યારે પોલીસ આવા ગેરકાયદેસર વેપાર કરતા ઈસમો ઉપર નજર રાખી ને તેને ઝડપી પાડતા હોય છે ત્યારે કડીમાં મહેસાણા જિલ્લાના એલ.સી.બી.પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસકાંઠા ગેરકાયદેસર દારૂનો જથ્થો સંતાડવવામાં આવ્યો છે તેની હકીકતને આધારે એલ.સી.બી સ્ટાફના માણસો ત્યાં જગ્યા ઉપર તપાસ કરીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

સંજયકુમાર મીઠાભાઈ ગોહિલ રહે કડી બનાસકાંઠા સોસાયટી તથા સોલંકી મયુર જશવંતભાઈ રહે શાંતિવન સોસાયટી અને તેમના ભાગીદાર રમેશભાઈ બબાભાઈ પ્રજાપતી રહે બનાસકાંઠા સોસાયટી જે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતિય બનાવટી વીદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે અને જે દારૂ સી.એન.જી રીક્ષા માં ઘરની આગળ રહેલ વરંડામાં રિક્ષામાં નંબર GJ-01-DT- 1905 માં બે ઈસમો દારૂની પેટીઓ ભરતા હતા ત્યારે તેમને કોટન કરી ને ઝડપી પાડ્યા હતા અને રિક્ષા ની અંદર દારૂ ભરેલ અલગ અલગ પેટીઓ પડેલ હતી જેમાં બિયરની પેટીઓ – 29 મળી કુલ નાની મોટી બોટલો બિયર ટીન ના નંગ 528/- જેની કુલ કિંમત 1,87,640 /- તથા રોકડ રકમ 6200/- મોબાઇલ નંગ 2 કિંમત 5,500/- તથા સી.એન.જી રિક્ષા 1,00,000/- કુલ 2,99,340 /- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતા અને કુલ 7 ઈસમો સામે ગુન્હો નોધી ને કડી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
*આરોપીના નામ*
1. સંજયકુમાર મીઠાભાઇ ગોહિલ રહે. બનાસકાંઠા સોસાયટી,કડી
2. સોલંકી મયુર જશવંતભાઈ રહે. શાંતિવન સોસાયટી,કડી (વોન્ટેડ)
3. રમેશભાઈ બબાભાઈ પ્રજાપતિ રહે.બનાસકાંઠા સોસાયટી,કડી
4. જાડેજા કરશનસિંહ રહે. ઇરાણા (વોન્ટેડ)
5. દરજી ધર્મેશ ઉર્ફે શાકાલ બાબુભાઈ રહે. જગતદર્શન સોસાયટી, કડી (વોન્ટેડ)
6. રામિ પ્રકાશ ઉર્ફે લાલો બાબુભાઈ રહે. બનાસકાંઠા સોસાયટી (વોન્ટેડ)
7. રામી દિલીપભાઈ ઉર્ફે દીપો રણછોડભાઈ રહે. બનાસકાંઠા સોસાયટી (વોન્ટેડ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!