આવનારા સમયમાં 5 જૂન ના રોજ એક સાથે કચ્છના;તમામ ડૉક્ટરનો સૅમીનાર થશે

આવનારા સમયમાં 5 જૂન ના રોજ એક સાથે કચ્છના;તમામ ડૉક્ટરનો સૅમીનાર થશે
Spread the love

આવનારા સમયમાં 5 જૂન ના રોજ એક સાથે કચ્છના;તમામ ડૉક્ટરનો સૅમીનાર થશે

આજરોજ ગાંધીધામ વિસ્તારમાં આવેલ તપ હોસ્પિટલ માં પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા કેટલાય સમયથી ગાંધીધામ આઈ એમ એ દ્વારા કોન્ફરન્સના આયોજનની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આઇએમએ‌ પ્રેસિડેન્ટ ડો. બળવંત ગઢવી તથા આઇએમએ ગાંધીધામ ના સેક્રેટરી ડો. મોહનિસ ખત્રી તથા જીમાકોન ના ખજાનચી કિશન કટુવા તથા તેમની ટીમ દ્વારા ગાંધીધામ રેડિશન હોટેલ બની હોલ ખાતે તારીખ 5 જૂન 2022 ને રવિવારના રોજ એક દિવસીય જ્ઞાન ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્યને લગતા તમામ રોગોને આવરી લેવામાં આવશે તથા ગુજરાતભર ના જાણીતા વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરો તેમાં હાજરી આપી પોતાના જ્ઞાનનો લાભ આપશે. દેશભરમાં જાણીતા સ્પાઈન સર્જન ડો.ભરત દવે આ સેમિનારમાં જોડાશે તે ઉપરાંત હ્રદય કાર્ડીઓલોજી માં ખ્યાતનામ ઈપીક હોસ્પિટલ ના ડો.અનિલ જૈન પણ આ કોન્ફરન્સ ની સોભા વધારશે.એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા કેન્સરને લગતી તમામ બીમારીઓ નું વિવરણ કરવામાં આવશે તેમ જ એપોલો હોસ્પિટલ દ્વારા ક્રિટિકલ કેર ને ધ્યાનમાં રાખીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સિનરજી હોસ્પિટલ તેમજ રાજકોટથી સ્પંદન હૉસ્પિટલના ડો.જયરામ પ્રજાપતિ હ્રદયના નિષ્ણાત પણ આમાં હાજરી આપશે‌. તથા જ્ઞાન અને હાસ્ય માટે જાણીતા ડો.પ્રદીપ જોશી ભાવનગર થી તેમજ વધતા જતા મેડિકૉ લીગલ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને બહુ જ જાણીતા ડો.એમ સી પટેલ વડોદરા થી હાજરી આપવા આવશે. કચ્છ ખાતે ડોક્ટરો નું એક નવું સંગઠન બનવા જઈ રહ્યું છે તેમાં ગાંધીનગર સ્થિત ભારત સરકારના IIPH ઇન્સ્ટિટયૂટ માંથી ડોક્ટર શ્યામ પિગલૅ સર્વને માર્ગદર્શન આપશે.
ડો.બળવંતદાન ગઢવી ની ટીમ.ઉપરાત ima ગાંધીધામના ઘણા ડૉક્ટરો આમાં રાત દિવસ મહેનત કરી રહ્યા છે,જેમાં રજીસ્ટ્રેશન માટે ડૉ.જયેશ રાઠોડ તેમજ પ્રિન્ટ ડીઝાઈન અને મીડિયા માટે ડૉ.દૈવત મહેતા તેમ જ ફૂડ અને ઓડીયો વિઝ્યુઅલ માટે ડો.હિરેન મહેતા તથા ફાઈનાન્સ માટે ડો.અંજુ રાની વિગેરે વિશેષ પરિશ્રમ કરી કોન્ફરન્સ માટે એક ભગીરથ નું કામ કરી રહૅલ છે. ડો.રાજેન્દ્ર શાહ તથા ડો.નરેશ જોષી જેવા વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન નીચે આવા ભવ્ય સેમિનારનું આયોજન કરી i m a ગાંધીધામ કચ્છ ખાતે એક ઇતિહાસ બનાવવા જઈ રહ્યું છે. આ સેમિનાર માટે ગાંધીધામ ના જાણીતા ડો.મોરખીયા સાહેબ તથા ડો.કૌશિક શાહ માંડવી તથા ડો.રાજેશ ખત્રી દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો છે.
ગુજરાતના સીએમ તેમજ ભારત ના લોકલાડીલા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઇ મોદી સુધી i m a ગાંધીધામની પ્રવૃત્તિઓની નોંધ લેવાઇ છે i m a ગાંધીધામની આવી ગૌરવની પળોમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ના સેક્રેટરી ડો.મૅહુલ શાહ, ડૉ.બિપિન પટેલ સહિતના પ્રતિનીધીઓ હાજરી આપશે તેમજ કચ્છ ખાતેની તમામ આઈએમ‌એ બ્રાન્ચ સાથે એક સંવાદ કરશે જે બહુ જ અમૂલ્ય પળો હશે. આ પ્રસંગને દિપાવવા માટે ગાંધીધામના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ સહિત લોકલાડીલા સ્થાનિક નેતાઓ શ્રી વાસણભાઇ આહિર શ્રીમતિ માલતીબેન શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતિ ઈશીતાબેન ટીલવાણી અને વિવિધ પદાધિકારીઓ આ સેમિનારમાં હાજરી આપી પ્રસંગને દીપાવશે.

આવા ભગીરથ કાર્યમાં વિવિધ સંસ્થાઓ ઔધોગિક એકમો તથા વિવિધ હોસ્પિટલો ને આહવાન કરવામાં આવ્યું છે

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!