ખેડબ્રહ્મા,: પાટીદાર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ખેડબ્રહ્મા,: પાટીદાર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
ખેડબ્રહ્મા તાલુકાના પાટીદાર અગ્રણીઓની હાજરીમાં પ્રાન્ત અધિકારી સી.યુ.શાહને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
છેલ્લા દસ વર્ષથી પુખ્ત ઉંમરની યુવતીઓ પ્રેમ લગ્નના બહાના હેઠળ પ્રેમલગ્ન/ કોર્ટ મેરેજ કરી ને મા-બાપ અને સગાસંબંધીઓ લાંછન લગાવી તેમનું પોતાનું જીવન તહન સહન કરી દીધાના અનેક કીસ્સાઓ નજર સમક્ષ આવ્યા છે.
જેમાંથી 90% પ્રેમલગ્ન કોર્ટ લગ્નો નિષ્ફળ જતા હોય છે પરિણામે સમાજમાં પારસ- પરીક સંબંધો છિન્નભિન્ન થઈને ભાંગી પડેલ છે પ્રાચીન સમાજ વ્યવસ્થાને પુનઃ ધબકતી કરવા માટે અને આવા આવેગમાં આવીને કરેલા લગ્ન થતા અટકાવવા માટે ગુજરાત સરકારે સમાજના વ્યાપક હિતમાં હિન્દુ મેરેજ એક્ટમાં સુધારો કરવા વિનંતી કરીએ છીએ.
અમારો પાટીદાર સમાજ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે અને વર્ષોથી ભાજપના શાસનમાં અનેક રીતે ઉપયોગી પણ થયેલ છે
એટલે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજની સાથે અન્ય સમાજોની પણ માગણી અને લાગણી છે કે
લવ જેહાદના નામે ઓછી ઉંમરની છોકરીઓને ફોસલાવી, લાલચો આપી લગ્ન કરાવી તેમનું જીવન તહન સહન કરી દેતા નરાધમો સામે લાલ આંખ કરવા સરકારશ્રી સમક્ષ હાથ લંબાવ્યો છે તો અમારી લાગણી અને માગણીને ન્યાય આપવા ગુજરાત સરકાર ને અમારી વિનંતી છે.
દીકરી એ તો વ્હાલનો દરિયો છે, ઘરની લક્ષ્મી છે
ગુજરાત સરકારે દીકરીઓ માટે અનેકવિધ યોજનાઓ બહાર પાડી છે તે સરાહનીય બાબત છે.
પરંતુ આવા લવ જેહાદના નામે થતાં લગ્નો મા-બાપની સંમતિ વગર લગ્ન ન થાય અને પ્રેમલગ્ન/ કોર્ટ મેરેજ ના લગ્ન માં સુધારો કરવામાં આવે તેવી પુનઃ અમારી માગણી છે
ખેડબ્રહ્મા તાલુકાના પાટીદાર સમાજના સર્વે અગ્રણીઓ અને યુવા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારી સી.યુ.શાહ દ્વારા આવેદનપત્ર નો સ્વીકાર કરી પાટીદાર સમાજની માગણી અને લાગણીને સરકાર સુધી પહોંચાડવા માટે ખાતરી આપી હતી.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756