સોશિયલ મિડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાકીય કાર્ય કરીને સેતુરૂપ બનતા મહેશભાઈ ભુવા

સોશિયલ મિડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાકીય કાર્ય કરીને સેતુરૂપ બનતા મહેશભાઈ ભુવા
Spread the love

સોશિયલ મિડિયાના સકારાત્મક ઉપયોગ દ્વારા જરૂરિયાતમંદ માટે સેવાકીય કાર્ય કરીને સેતુરૂપ બનતા મહેશભાઈ ભુવા

આધુનિક યુગમાં સોશિયલ મિડિયા એક મોટા પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. 21મી સદીને જ્ઞાન-વિજ્ઞાન અને માહિતીની સદી કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો ઝડપથી વધ્યો છે કે, બહુ ઓછા સમયમાં અનેક લોકો સુધી પહોંચી શકાય છે. આ માધ્યમથી લોકો પોતાની અભિવ્યક્તિને અનેક લોકો સુધી ખૂબ ટૂંકા સમયમાં સરળતાથી પહોંચાડી શકે છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય છે તેમ સોશિયલ મીડિયાના પણ સારા-ખરાબ પરિબળો છે. સોશિયલ મિડિયાને કઈ રીતે લેવું તે લોકો પર આધાર રાખે છે. દુરુપયોગની ઘણી ઘટનાઓ આપણે વાંચતા હોઈએ છીએ. પરંતુ એનો ઉપયોગ કરી જરૂરીયાતમંદોને કઈ રીતે મદદરૂપ બની શકાય એ વિશે આજે મારે વાત કરવી છે. સુરત સ્થિત મહેશભાઈ ભુવા નામના યુવાન આ માધ્યમનો સદુપયોગ કરી અનેક જરૂરિયાતમંદોને મદદરૂપ બની રહ્યા છે.

મહેશભાઈ એ સોશિયલ મીડિયાનાં અવનવા પેજ અને ગ્રુપ થકી લાખો લોકો સુધી પહોંચીને જરૂરિયાતમંદ સભ્યો જેઓ ઓળખીતા પણ ના હોય. તેમજ એમાંથી અનેક લોકો અસાધ્ય બીમારીથી પીડાતા હોય અથવા તો અકસ્માતમાં નોંધારા બની ગયેલા પરીવાર હોય કે વિધવા બહેનોના સંતાનોને અભ્યાસ માટેની મદદ ની જરૂર હોય એવા અનેક અતિ જરૂરીયાતમંદ વ્યક્તિઓ અને તેમના પરિવારોને જેમને પોતાની મરણ મૂડી પણ ન હોય તેવા લોકોને 2019 થી આજ સુધીમાં અઢી કરોડ જેવી માતબર રકમ સીધે સીધે જરૂરીયાત મંદ વ્યક્તિના બેન્ક ખાતામાં દાતાશ્રીઓ દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવી છે.હજુ બે દિવસ પહેલા એક પોસ્ટ મૂકી હતી જેમાં દાતાઓ દ્વારા બે દિવસમાં સાડા પાંચ લાખ રૂપિયાનું ફંડ પરિવાર માટે એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રીતે સુરતનાં મહેશભાઈ ભુવા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી નિઃસ્વાર્થ ભાવથી સેવા આપીને સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220523-WA0025.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!