સાબરકાંઠા જિલ્લામાં કોવિડ-૧૯ ની મેગા વેક્સીન ડ્રાઇવ યોજાય

સાબરકાંઠા જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસી છેવાડાના વ્યક્તિ સુધી પહોચે અને કોઇ નાગરીકને કોરોનાના થાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા વેક્સીન મેઘા ડ્રાઇવ ચલાવામાં આવી હતી. આ મેઘા ડ્રાઇવમાં જિલ્લાના ૧૩,૭૪૯ નાગરીકોએ લાભ લીધો હતો. આ ડ્રાઇવને સફળ બનાવવા અને જિલ્લાના નાગરીકો કોરોના રોગ સામે સુરક્ષિત થાય તે માટે જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્રારા સંકલનમાં રહી ઘરે – ઘરે જઈ બાકી રહી ગયેલા લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી.
જેમાં કોરોનાનો પ્રથમ ડોઝ ૧૭૮ લોકોએ, બીજો ડોઝ ૬,૩૧૭ લોકોએ અને પ્રિકોશન ડોઝ ૭,૨૫૪ લોકોને આપવામાં આવ્યો હતો. આ મેઘા ડ્રાઇવમાં આઠ તાલુકાના કુલ ૧૩,૭૪૯ લોકોએ લાભ લીધો હતો. જિલ્લાના સૌ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન સાથે શુભકામનાઓ.
રીપોર્ટ . દિલીપસિંહ પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756