સ્કેપના ગોડાઉનમાં દારૂની કટિંગ દરમિયાન વેળા પોલીસ ત્રાટકી
રાજ્યમાં દારૂબંધીનો (Liquor ban) કડક અમલ થતો હોવાના સરકાર અને પોલીસના દાવા વચ્ચે રાજ્ય બહાર થી ગુજરાતમાં દારૂ (liquor in Gujarat) ઘુસાડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. આ વખતે પંચમહાલ જિલ્લાની એલસીબી પોલીસે (પંચમહાલ Police) લાખો રૂપિયાના વિદેશી દારૂ ભરેલો એક આખે આખો કન્ટેનર હાલોલ તાલુકાના બાસ્કા પાસે આવેલ આનંદપુરા ખાતે થી ઝડપી પાડયો છે. જેથી પોલીસે ગોડાઉન માલિક ની અટકાયત કરી ભાડા કરાર બાબતે પૂછતાછ કરતા હાલોલ કોટમૈડા ખાતે રહેતા મોહબત સિંહ અનેં ઘોગમ્બા દૂધપુરા ખાતે રહેતા બુટલેગર દિલીપ પરમાર ના પુત્ર અતુલ પરમારે ગોવાથી આ દારૂ નો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડ ચક્રો ગતિમાન કર્યા હતાં અત્રે નોંધનીય છે કે, અગાઉ બુટલેગર મોહબતસિંહ ના ગામે થી પોલીસે દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો ત્યાર બાદ પાસા હેઠળ પોલીસે બુટલેગર ની અટકાયત કરી હતી. જેલમાં થી છૂટીયા પછી પણ બુટલેગરે ફરી થી દારૂ ના ધંદામાં સક્રિય થઈ ગયો હતો. વધુમાં આ કન્ટેનર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પડ્યો હતો પરંતુ પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે બુટલેગરોની આ સ્ક્રેપ ના ગોડાઉન માં દારૂનો કટિંગ ને નાકામ કરી હતી. અને લાખો રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. બનાવની વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા ઉત્તર પ્રદેશ માં દારૂની છૂટ છે ..અને ગુજરાતમાં દારૂબંધી હોવા થી રાજ્ય મોમાંગી કિંમત વિદેશી દારૂ મળે છે. આથી ગુજરાતમાં દારૂ ના ધંધામાં મોટી કમાણીને કારણે એનકેન પ્રકારે બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રાજ્ય બહાર થી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે પ્રયાસો કરતા રહ્યા છે. ત્યારે હાલોલ- વડોદરા હાઇવે પર આવેલા પંચમહાલ જિલ્લાના આંનદપુરા ગામે થી જિલ્લા LCB પોલીસની ટીમે એક કન્ટેનર નો પીછો કર્યો હતો. હાઈવે પર શંકાસ્પદ રીતે પુર ઝડપે પસાર થતો કન્ટેનર નો પીછો કરી કન્ટેનર થોભાવી તપાસ કરતા ટ્રકમાં પ્રથમ દ્રષ્ટિએ 837 પેટી ને 20 લાખ ઉપરાંત નો ઇંગ્લિશ દારૂની પેટીયો ભરેલી હોવાનું દેખાઈ રહ્યું હતં. પરંતુ પોલીસને પાકી બાતમી મળી હોવાથી કન્ટેનર માં ભરેલી ઈંગ્લીસ દારૂ ની પેટીયો ખોલતા વિવિધ પ્રકાર ની ઇંગલિશ દારૂ બોટલો મળી આવતા અંદર તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. કારણ કે ગુજરાત બોડર ઉપર તૈનત SRP જવાન આર્મી અનેં પોલીસ અધિકારીઓ ની આંખોમાં ધૂલ જોખીને આ બુટલેગરો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો કેવી રીતે ગાંધી ના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં . આવા કન્ટેનર ને કન્ટેનરો બોડર પાસ થઈ જતા હોય તો અહીંયા એક મોટો પ્રસ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે ગુજરાત ની સુરક્ષા નો શુ..? જિલ્લા LCB પોલીસે આ અંગે હાલોલ રૂલર સ્ટેશન માં લાવી અને તપાસ કરતા કન્ટેનર માં માંથી અંદાજે 20 લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે કન્ટેનર ના ચાલકની ધરપકડ કરી હતી
રિપોર્ટ : ઈરફાન શેખ ( પંચમહાલ )
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756