જૂનાગઢ પોલીસે વ્યાજ વટાવ,ખંડણી ઉઘરાવવાના વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

જૂનાગઢ પોલીસે વ્યાજ વટાવ,ખંડણી ઉઘરાવવાના વોન્ટેડ આરોપીની ધરપકડ કરી
Spread the love

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ પ્રજાની મદદ કરવાની કાર્યવાહીના ભાગરૂપે વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે….._

જૂનાગઢ જિલ્લાના કેશોદના વ્યાજ વટાવના અને બળજબરીથી ખંડણી ઉઘરાવવા ના ગુન્હામાં વોન્ટેડ આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી ઉવ. રહે. બોર્ડિંગ વાસ, જૂનાગઢની ધરપકડ કરી, રાઉન્ડ અપ કરી, કેશોદ પોલીસને સોંપવામાં આવેલ, કેશોદ પોલીસ દ્વારા વોન્ટેડ આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકીની ધરપકડ કરી, નામદાર કોર્ટ હવાલે કરતાં, ચૌદ ગણું વ્યાજ લેનાર અને વ્યાજ માટે અસહ્ય ત્રાસ ગુજારી, ઝેરી દવા પીવા મજબૂર કરી, હોસ્પિટલમાં દાખલ ફરિયાદીને હોસ્પિટલમાં હોવા છતાં છરી સાથે મારી નાખવાની ધમકી આપવાના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇને નામદાર કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ હતો…._

જૂનાગઢ શહેરમાં પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ જ વ્યાજખોર આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી સોલંકી તથા તેના ત્રણ સાગરીતો સુનીલ સોલંકી, વિરાટ ડાભી અને ગૌતમ પાતર વિરૂદ્ધ જૂનાગઢના તુષારભાઈ પ્રવીણભાઈ સોજીત્રા દ્વારા પોતાના દીકરાને વ્યાજે રૂપિયા આપી, ઉઘરાણી માટે પોતાના ગળે છરી મૂકી રૂ. 55,000/- બળજબરીથી ખંડણી ઉઘરાવવા બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા, આ ગુન્હામાં પણ વ્યાજખોર મની લોંડરીંગ એક્ટની કલમનો ઉમેરો કરી, ગુન્હો નોંધવામાં આવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઈ કે.કે.મારું તથા સ્ટાફના હે.કો. ધાનીબેન, નીતિનભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, સહિતની ટીમ દ્વારા ટ્રાન્સફર વોરંટ આધારે આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી ઉવ. રહે. બોર્ડિંગ વાસ, જૂનાગઢનો કબજો મેળવી, આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે…._

પકડાયેલ વ્યાજખોર આરોપી આદિત્ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી વિરૂદ્ધ કેશોદ અને જૂનાગઢ ખાતે બે ફરિયાદ દાખલ થયેલ છે. આ કુખ્યાત વ્યાજખોર આરોપી વિરુદ્ધ હજુ પણ ઘણા વ્યક્તિઓને વ્યાજે રૂપિયા આપી, અનેક ગણા રૂપિયા પડાવ્યાની શક્યતા આધારે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ, પીએસઆઈ કે.કે.મારું તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે…._

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!