છેતરપીંડી ઠગાઈના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધારી પોલીસ ટીમ

છેતરપીંડી ઠગાઈના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધારી પોલીસ ટીમ
Spread the love

રાજકોટ શહેર એ.ડીવીજન પો.સ્ટેના છેતરપીંડી ઠગાઈના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ધારી પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ બહાર ના જીલ્લાઓમાં ગુન્હાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ બહારના જીલ્લામા શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે શ્રી.કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે પો.સબ.ઈન્સ ડી.સી.સાકરીયા ધારી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકિકત મળેલ રાજકોટ શહેર એ.ડીવીજન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૨૦૮૦૫૦૨૨૦૮૪૪/૨૦૨૨ IPC ક.૪૦૬.૪૨૦.૪૬૭.૪૬૮ વિ મુજબના કામે નાસતો ફરતો આરોપી ભોલુગીરી ભાણગીરી ગૌસ્વામી ઉ.વ ૪૮ ધંધો ટ્રાવેલર્સ રહે. રાજકોટ મુળ,ખોખરા મહાદેવ તા.ધારી જી.અમરેલી વાળો ધારી ખોખરા મહાદેવ વિસ્તારમાં હોય જે આધારે પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ આવતા આરોપી મળી આવતા ધોરણસર અટક કરી કાર્યવાહી કરેલ છે.

ગુન્હાના કામે નાસતા ફરતો પકડાયેલ આરોપીની વિગત :

(૧) ભોલુગીરી ભાણગીરી ગૌસ્વામી રહે.ખોખરા મહાદેવ તા.ધારી જી.અમરેલી હાલ રહે.રાજકોટ ૧૨ હરીઓમ નારાયણ નગર

સ્ટ્રીટ ધરતી બેંક પાસે નારાયણ નગર મેઈન રોડ તા.જી.રાજકોટ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

IMG-20220529-WA0008.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!