થરાદ માં ખોવાઈ ગયેલ પાકીટ મૂળ માલિકને સુપ્રત કરાયું

બનાસકાંઠા જિલ્લામાં પાકીટ સાથે પૈસા પરત કરતા વ્યક્તિએ પોતાની માનવતા દાખવી હતી.આજે પણ બનાસકાંઠા જિલ્લામાં સરહદી પંથકમાં માનવતા નાં દશૅન જોવા મળે છે આજે થરાદના વતની રમેશભાઈ રવજીભાઈ માળી જેઓ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે જેઓ રીક્ષા ભાડે લઈ ઝેટા ગામે આવેલ હતાં ત્યારે થરાદ થી વડગામડા રસ્તામાં પોતાનું પાકીટ ખોવાઈ ગયું હતું જોકે ખોવાયેલ તે પાકીટ સરપંચશ્રી જેટા ગ્રામ પંચાયત નાં રાઠોડ(ઠાકોર) જેતાજી વશાજી મળી આવ્યું હતું. તેમાથી જેમને મળેલ આધાર કાર્ડ નો ફોટો સોસીયલ મીડિયા વાયરલ કરી પાકીટ નાં માલિક સુધી પહોંચ્યા હતા જે મળી આવેલા પાકીટ માં રોકડ રકમ પણ હતી તેના માલિક રમેશભાઈ અને તેમના કાકા થરાદ નગર પાલિકા સદસ્ય પ્રભુ ભાઈ માળી ને રૂપિયા રકમ 17740 અને અન્ય અગત્ય ના ડૉક્યુંમેન્ટ ઘરે બોલાવીને સુંપરત કરી એક ઉત્તમ માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રિપોર્ટ: જનકસિહ વાઘેલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756