ભાંડુત ગામનાં ધર્મેશ પટેલ અને કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રાઈમ રત્ન એવોર્ડ માટે પસંદગી પામ્યા.

ભાંડુત ગામનાં ધર્મેશ પટેલ અને કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રાઈમ રત્ન એવોર્ડ માટે પસંદગી પામ્યા.
Spread the love

ભાંડુત ગામનાં ધર્મેશ પટેલ અને કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રાઈમ રત્ન એવોર્ડ માટે પસંદગી પામ્યા.

જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ ઈન્ડિયા, જેસીઆઈ ઓલપાડ, સ્પેશિયલ સ્પોન્સર્ડ પ્રાઇમ રત્ન એક્સેલન્સ ઇન્ફિનિટી ફાઇનાન્સિયલ દ્વારા ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં નાગરિક ધર્મેશ પટેલ અને કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રાઈમ રત્ન એવોર્ડ માટે પસંદગી પામ્યા. ઘણી સ્પોર્ટ્સ એકટીવીટી ઉપરાંત ધર્મેશ પટેલ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રે અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે . સાથે એક શિક્ષક તરીકે બાળકો માટે અનેક નવી પ્રવૃત્તિઓ અને શિક્ષણને લગતી અનેક પ્રવૃતિઓમાં બાળકોને નવું જોવા જાણવા માટેનાં અનેક પ્રયત્નો કર્યા છે. જે અંતર્ગત તેમને ” ગુજરાતનો ગૌરવશાળી દીકરો એવોર્ડ ” પેજ 3 મેગેઝિન દ્વારા આપવામાં આવ્યો હતો.
ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામ નાગરિક અને પ્રાથમિક શાળા કોબાનાં આચાર્ય તરીકે પટેલ ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલ સમાજમાં એક જાગૃત વ્યક્તિ તરીકે રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો બજાવી પ્રાઇમ રત્ન એવોર્ડ સ્વરૂપે આયોજકોએ તેમની જે પસંદગી કરી એ માટે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
ગત કોરોના કાળથી લઇ આજદિન સુધી આબાલવૃદ્ધ સૌને સ્વાસ્થ્યની સુટેવો તરફ લઈ જતા એક નવા માર્ગ પર ચાલવાની તેમની રાહ સૌને ફળી. માત્ર નિજ લાભ ન જોતા સમસ્ત જિલ્લાની યુવા પેઢી અને વિદ્યાર્થીઓ સમક્ષ એક દાખલો બેસાડવા જુદાજુદા આદરણીય માધ્યમોએ તેમને ખૂબ સાથ આપ્યો. માત્ર 13 યુવા શિક્ષક અને મિત્રો મળી આરંભેલી આ ગાથા અવિરત વહેતી રહી છે. દોડ, સાયકલિંગ, યોગ, સ્વીમીંગ , પર્વતારોહણ , ધાર્મિક જાગૃતિ માટે સભાઓ, અને વૃક્ષારોપણ જેવી સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી. સો ઉપરાંત ઇવેન્ટ મા વર્ચ્યુઅલ ભાગ લીધો, તેમજ છેક કચ્છ થી લઈ દમણના દરિયાકિનારાના વિસ્તારને આવરી લેતી જુદી જુદી મેરેથોન કરી. શાળા કક્ષાએ અને જિલ્લામાં ઇકો ક્લબનું નિર્માણ અને પર્યાવરણને લાગતી તાલીમો જિલ્લા કક્ષાએ 300 શિક્ષકોને આપી ગો ગ્રીન ઝુંબેશને વેગવંતી બનાવી. જન્મ દિવસે કેક કાપવા સાથે એક બાળક એક વૃક્ષ વાવી તેનું વર્ષભર જતન કરે એવી પ્રવૃત્તિ આપી. પ્રાણી સંવર્ધન માટે માળા નિર્માણ કરાવડાવ્યું. દરરોજની એક ક્રાફટ પ્રવૃત્તિ બાળકો સાથે કરવી અને એ વીડિયો સોશિયલ મીડિયાનાં માધ્યમથી અન્યોને પહોંચાડવી જેવી કારીગરી ભરી પ્રવૃત્તિ પણ સક્રિય છે. આગામી દિવસોમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ કાર્યદક્ષ બને એવા પ્રયત્નો કાર્યરત છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે પ્રાઈમ રત્ન એવોર્ડ નિમિત્તે મને આ અનેરું સન્માન આપી ગૌરવ પ્રદાન કરવા બદલ આપ અને આપની ટીમનો ઋણી રહીશ. આ સન્માન મારા માટે વધુ એક પ્રેરક બળ બની રહે એવી માં સરસ્વતીને વંદના. બીજીવાર એવોર્ડ માટે જયારે મારી પસંદગી થઈ ત્યારે આ એવોર્ડ મારા ગુરુ પ્રમુખસ્વામી અને મહંતસ્વામીનાં ચરણોમાં અર્પણ કરીશ. તેમને આ એવોર્ડ જાણીતા શ્રી યઝડી કરંજીયા જેમણે પર્દ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એમનાં હાથે એવોર્ડ પ્રાપ્ત કરવાનો મોકો મળ્યો એ બદલ એમની ટીમનો આભાર માન્યો હતો.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!