રાજ્ય કાક્ષાના ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાએ બે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યાં

રાજ્ય કાક્ષાના ખેલ મહાકુંભમાં ડાંગ જિલ્લાએ બે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યાં
બીલીઆંબાની પ્રાથમિક શાળા તથા સરકારી માધ્યમિક શાળા બાળકોએ અંડર-14મા ગોલ્ડ મેડલ મેળવ્યાં:
ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકોએ અંડર-17મા મેળવ્યો ગોલ્ડ મેડલ :
ગોંડલવિહીર, બીલીઆંબા અને જામનવિહિર પ્રાથમિક શાળાની બહેનોએ અંડર-14મા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
ડાંગ.તા : 2: તાજેતરમા આયોજિત થયેલી રાજય કક્ષાની ખેલ મહાકુંભ ની જુદી જુદી સ્પર્ધામા ડાંગ જિલ્લાની 3 શાળાઓએ ઉત્કૃસ્ટ દેખાવ કરીને, ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યુ છે. બીલીઆંબા, ગોંડલવિહીર અને જામનવિહિર પ્રાથમિક શાળા, તથા સ.મા.શાળાના ભાઇઓ અને બહેનોની ટીમે અનુક્રમે અંડર-14, અંડર-17, અંડર-14 મા ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ બીલીઆંબા પ્રાથમિક શાળા અને સ.મા.શાળાના બાળકોએ અમરેલી ખાતે યોજાયેલી ખો-ખો ( ભાઇઓ અને બહેનો ) સ્પર્ધામા ભાગ લિધો હતો. તેમાં ડાંગ જિલ્લાની ભાઈઓ ની ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સમગ્ર ગુજરાત રાજ્યના ચાર ઝોનથી પ્રમાણે ઝોન કક્ષાએથી વિજેતા થયેલી બે ટીમો, એમ કરીને કુલ આઠ ટીમોએ રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ડાંગ જિલ્લાની ખો-ખો રમતમા ભાઈઓએ સતત ચોથા વર્ષે રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી શાળાનુ નામ રોશન કર્યું હતું. કોચ રસિક પટેલ તથા વિમલ ગાવિત અને શાળા પરિવારે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. બીલીઆંબા સરકારી માધ્યમિક શાળા અને ગાઢવી સરકારી માધ્યમિક શાળાના બાળકોએ અંડર-17 ખો-ખો કે જે રમત ગમત સંકુલ લિંમડી જી. સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી હતી તેમાં ડાંગ જિલ્લાની ભાઈઓ ની ટીમે ફાઇનલ મેચ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ડાંગ જિલ્લાની ટીમ માં સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના 8 ખેલાડીઓ જ્યારે સરકારી માધ્યમિક શાળા ગઢવી ના 4 ખેલાડીઓની પસંદગી થઈ હતી. આ ટીમે ફાઇનલમા સુરત ગ્રામ્ય ની ટીમને હાર આપી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. બાળકોની આ સિદ્ધિ બદલ સરકારી માધ્યમિક શાળા બીલીઆંબાના શ્રી રાજેશ ગામીત તથા ગાઢવી ના શ્રી રવિન્દ્ર ખૈરડે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોની ટીમમા પ્રાથમિક શાળાના 5 ખેલાડી, બીલીઆંબાના પ્રાથમિક શાળાના 4 ખેલાડી, અને જામનવિહીર પ્રાથમિક શાળાના 3 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ ખેલાડીઓએ સિલ્વર મેડલ અપાવી જિલ્લાનુ નામ રોશન કર્યું છે.
પ્રાથમિક શાળાની ભાઈઓ અને બહેનો ની ટીમને ગોલ્ડ તથા સિલ્વર મેડલ મળતા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા, તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નરેન્દ્રભાઈ ઠાકરે, અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી નીલમબેને તથા રમતગમત અધિકારીએ બાળકોની આ સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ.સંજય ગવળી.ડાંગ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756