ગુંદાળા (પીખોર) ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

ગુંદાળા (પીખોર) ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.
પ્રાચી તીર્થ નજીક ગુંદાળા (પીખોર) ગામે ધર્મજીવન વ્યાખ્યાન માળા, યજ્ઞ, વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો.
પ્રાચી તીર્થ..તાલાલા તાલુકાના ગુંદાળા (પીખોર) ગામે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના અમૃત મહોત્સવના ઉપક્રમે સ્વામિનારાયણ ગુરુકુળ તરવડા શાખા દ્વારા ત્રિ દિનામક ધર્મજીવન વ્યાખ્યાનમાળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ જુનાગઢ તથા તરવડા ગુરુકુલ ના વિદવાન સંતો પૂજ્ય નંદકિશોર દાસજી સ્વામી તથા પૂજ્ય હરિસ્વરૂપ દાસજી સ્વામી પૂજ્ય હરીનયન દાસજી સ્વામી તેમજ અન્ય સંતો દ્વારા ત્રણ દિવસ સુધી સવારના યજ્ઞ તેમજ ઠાકોરજી ની પધરામણી અને રાત્રે દરરોજ રામાયણ ભાગવતજી તેમજ સત્સંગીજીવન ગ્રંથ રામ શ્યામ અને ઘનશ્યામના લીલા ચરિત્ર નો અમૃત રસ પણ કરવામાં આવેલ હતું આ ધર્મ ચુમ્મા ગામના તમામ લોકો હાજર રહી અનેક લોકોએ વ્યસન છોડી ભગવાન ના ભજન ભક્તિના નિયમ લઈ જીવનના કલ્યાણના માર્ગે આગળ વધવા સંકલ્પ કરેલ હતો. અને સાથે સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.આ તકે સંતોના નિસ્વાર્થ ભાવે સમાજસેવાની સર્વે નોંધ લઇ ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ગોવિંદભાઈ સોલંકી તથા જયસુખ ભાઈ રાઠોડ તથા જીગ્નેશ ભાઈ સોલંકી અને ગામના તમામ યુવાનોએ તન મન અને ધનથી સારી સેવા કરવામાં આવેલ ગામમાં સંતો દ્વારા વ્યસન તજો પ્રભુ ભજો નું સૂત્ર સાર્થક કરેલ હતું..
રિપોર્ટ : શૈલેષકુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756