પાટણમાં વરસાદ પડતાં ની સાથે શહેરના નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા

પાટણમાં વરસાદ પડતાં ની સાથે શહેરના નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા
પાટણ નગરપાલિકા નો પ્રિ-મોન્સૂન પ્લાન સદર ફેઇલ થયો છે આજે ફક્ત હળવા ઝાપટા સાથે વરસાદ પડતા પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તેનો કોઈ નિકાલ થયો નથી પાટણ શહેરમાં નાખવામાં આવેલ સ્ટ્રોમ વોટર લાઈન નું ને ગ્રેવિટી લેવલ ન મળવાના કારણે પસ્ટ્રોમ વોટર લાઇન માં પાણી ગયું ન હતું અને પાણી રોડ ઉપર જ વ્હેયું જોવા મળ્યું હતું. તેમજ પાટણ શહેરમાં નવીન બનાવેલા પેવર રોડ માં કોઈપણ જાતનું ઇન્સ્પેક્શન કે સુપરવિઝન પાટણ નગરપાલિકા કે કન્સલ્ટન્ટ દ્વારા ન થવાના કારણે આ તમામ રોડો લેવલ વગરના બન્યા છે અને તમામ રોડમાં ખાડા ખાબોચીયા ભરાય છે તેમજ જે જગ્યાએ નવીન પેવર રોડ બનાવવામાં આવ્યા છે ત્યાં આજુબાજુ મહોલ્લા પોળો ના રોડ નીચા થઈ જવાના કારણે તેમાં પણ આજે પાણી ભરાયા હતા પાટણ શહેરમાં લગભગ સાતેક જગ્યાએ ભુવા પડવાના બનાવો બન્યા છે નગરપાલિકાએ જે પ્રિ-મોન્સૂન નો માસ્ટર પ્લાન ફક્ત કાગળ પર બનાવ્યો છે તેને આજ પાટણ જનતાને નરી આંખે જોયો છે પાટણ શહેર નું પ્રથમ રેલવે ગરનાળું હોય બીજું રેલવે કરનારું હોય કે એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ અંડરપાસ હોય એ તમામ જગ્યાએ પાણી ભરાવાના કારણે આજે રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા
રીપોર્ટ :- રાજેશ જાદવ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756