ગાંધીધામ:૨૫ જૂન કટોકટી દિવસ ની જાણકારી રહે તે માટે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ:૨૫ જૂન કટોકટી દિવસ ની જાણકારી રહે તે માટે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો
Spread the love

ગાંધીધામ:૨૫ જૂન કટોકટી દિવસ ( લોકશાહી માટે કાળા દિવસ) ની જાણકારી રહે તે માટે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ યુવા ભાજપ દ્વારા કટોકટી ના કાળા કાયદા ની માહિતી યુવાનો ને મળી રહે તે હેતુ થી નગરપાલીકા ટાઉનહોલ મધ્ય કટોકટી દિવસ નિમિતે કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીધામ યુવા ભાજપ દ્વારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે ૨૫ જૂન કટોકટી દિવસ એટલે લોકશાહી માટે ના કાળા દિવસ ની જાણકારી યુવાનો ને મળી રહે તેવા આશય થી વ્યાખ્યાન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા કટોકટી લગાવી દેવામાં આવી હતી અને વિપક્ષ ના તમામ કાર્યકરો ને ગોતી ગોતી મિષા ના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અંકુશ લગાવી દેવામાં આવ્યો હતો અને દેશ ની લોકશાહી નું હનન કરવામાં આવ્યું હતું અને જન નાયક જય પ્રકાશ નારાયણ , અટલ બિહારી વાજપેયી થી લઇ દેશ ના ખૂણે ખૂણે થી વિપક્ષ ના લોકો ને વિના કારણે જેલ હવાલે કર્યા હતા અને અત્યાચાર ગુજારવા માં આવ્યા હતા ત્યારે આ કાળા કાયદા ને વખોડી નાખવા માટે અને આ કાળા કાયદા થી જે લોકશાહી નું હનન કરવામાં આવ્યું હતું તેની માહિતી હાજર સૌ ને પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય. પ્રદેશ તથા જિલ્લા ના હોદેદારો, મંડળ ના હોદ્દેદારો નગરપાલિકા ના હોદેદારો નગરપાલિકા ના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના ચૂંટાયેલા સભ્યો તમામે તમામ મોરચાઓ ના હોદ્દેદાર અને સભ્યો શક્તિકેન્દ્ર ના પ્રમુખો, IT અને મીડિયા સેલ ના ઇન્ચાર્જ અને સાહિનચાર્જશ્રીઓ અને બુથ સમિતિ ના પ્રમુખશ્રીઓ પેજ સમિતિ ના પ્રમુખશ્રીઓ સભ્યો સક્રીય કાર્યકરો તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગાંધીધામ શહેર અને તાલુકો યુવા ભાજપ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ -ભારતી માખીજાણી ગાંધીધામ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!