પંચમહાલ : ગોધરા ડી.ટી.સી. ભવન ખાતે પોલીસ અધિક્ષક શ્રીની અધ્યક્ષતામાં શાંતિ સમિતી ની મીટીંગ યોજાય

આગામી સમયમાં રથયાત્રા અને બકરી ઇદના તહેવાર હોય જેથી પંચમહાલ જિલ્લામાં કોમી એકતા જળવાય રહે તે માટે સમગ્ર જિલ્લાના હિન્દુ – મુસ્લીમ સમાજના શાંતિ સમિતીના આગેવાનો સાથે ગોધરા ડી.ટી.સી.ભવન ખાતે પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી હતી.
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબની અધ્યક્ષતામાં આજરોજ ગોધરા ખાતે આગામી સમયમા રથયાત્રા તેમજ બકરી – ઇદના તહેવારો ને લઈ પંચમહાલ જિલ્લાના હિન્દુ – મુસ્લીમ સમાજના શાંતિ સમિતીના સભ્યોની સાથે ગોધરા ખાતે મીટીંગ યોજવામાં આવી જેમાં જિલ્લાના ગોધરા અને હાલોલ ડીવીઝનના ડી.વાય.એસ.પી. શ્રીઓ તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રીઓ તેમજ જિલ્લાના તમામ પોલીસ મથકના અમલદારશ્રીઓ હાજર રહયા હતા. આ મીટીંગમા હિન્દુ મુસ્લીમ સમાજના શાંતિ સમિતીના સભ્યોને પંચમહાલ જિલ્લામાં કોમી એકતા જાળવવા અપીલ કરવામાં આવી તેમજ કોઇ ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો તેમજ કૃત્યો નહી કરવાની સમજ કરવામાં આવી. અને હિન્દુ મુસ્લીમ સમાજના લોકો વચ્ચે ભાઈચારો જળવાઇ રહે તે અંગેની અપીલ કરવામા આવી તેમજ સરકારશ્રીના નિયમોનુ ચુસ્તપણે પાલન કરવા અંગેની અપીલ કરવામાં આવી હતી.
રિપોર્ટ. અલ્હાફિઝ શેખ પંચમહાલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756