આપણા આજના દિવસને રંગીન સંગીન બનાવનારનો આભાર માનવાનું આપણે કેમ ભુલી ગયા છે?

તમે સવારે પથારીમાંથી ઊઠો તમારી આંખો ખોલો તે વખતે તમને વધુ એક નવો નક્કર કોરો દિવસ આપનાર ભગવાનનો આભાર તમે કદી માન્યો છે ખરો? હે ભગવાન તે મને આજે ફરી પાછો એક નવો દિવસ આપ્યો છે તે બદલ તારો ખુબ ખુબ આભાર એમ મનમાં બોલો છો ખરા?
તમે ઊઠો એટલે બાથરૂમમાં તમારા માટે પાણી સાબુ ટુવાલ તૈયાર રાખતી તમારી માં કે પત્નીનો તમે કદી આભાર માન્યો ખરો?
રોજ રાતે મોડા સુઈ રોજ તમારા માટે વહેલી સવારે ગરમાગરમ રોટલી ખાખરા ચાહ દૂધ કોફી વિગેરે નાસ્તો બનાવી તમને આપનાર તમારી માં કે બેનનો તમે કદી આભાર માન્યો ખરો?
તમારો મોબાઈલ પેન ગાડીની ચાવી અને રૂમાલ હમેશા તૈયાર રાખતી માં કે પત્નીના ચહેરા સામે તમે કદી હસતા મોઢે જોઈ એમનો આભાર કદી માન્યો છે ખરો?
ઓફીસમાં કે દુકાન પર તમારી પત્ની કે માતા દિવસમાં ચાર ફોન કેમ કરે છે તમને ખબર છે? એમને તમારી ફિકર છે ચિંતા છે કે બધું હેમખેમ છે ? બધું બરાબર છે? તમારી આટલી કાળજી લેનાર પરવા કરનારનો આભાર માનવાનો તો દુર તમે તમારી માતા કે પત્નીને ફોન પર ખખડાવી નાખો છો કે ચાલ માથું ના ખા .ફોન મુકી દે.
બપોરે તમને કકડીને ભુખ લાગે તે વખતે તમારા ટીફીનમાં રોજ ગરમાગરમ પૌષ્ટિક ઘરની અવનવી વાનગીઓ બનાવી મુકનાર તમારી માતા કે પત્નીનો મનોમન આભાર માન્યો છે ખરો?
ઓફિસમાં કે દુકાનમાં તમારા સાથી કર્મચારીઓ કે મિત્રો જે તમને હમેશા કામ લાગે છે એમનો કદી આભાર માન્યો છે ખરો?
તમારા ડ્રાઇવર માળી કે વોચમેનનો આભાર માનવાનો વિચાર તમને કોઈ દિવસ આવે છે ખરા?
તમારા ઘરે રોજ વહેલી સવારે દુધ કે પેપર નાખતા ફેરિયાભાઈઓનો કદી તમે આભાર માન્યો છે ખરા ?
તમારા ત્યાં ઘરકામ કરવા આવતા બહેન કે ભાઈનો તમે કદી આભાર માન્યો છે ખરા?
શાકવાલા ધોબી કે સફાઈ કરવાવાલાનો તમે કદી આભાર માન્યો છે ખરા? તમને આજના દિવસમાં કેટલા વ્યક્તિઓએ નાની મોટી મદદ કરી એમનો કદી આભાર માન્યો ખરો?
તમે આજે જ્યાં છો ત્યાં સુધી તમને લઇ જનાર તમારા માતાપિતા ઉપરાંત તમારા શિક્ષકોનો અમુલ્ય ફાળો છે એવા તમારા ભૂતપૂર્વ શિક્ષકને ઘરે બોલાવી ભોજન કરાવી તેમના પગે પડી આશિર્વાદ લઈ એમનો આભાર માનવાનો તમને કદી વિચાર આવે છે ખરો?
તમને ઉતાવળ છે અગત્યના કામ માટે જવાનું છે તે વખતે તમને રિક્ષામાં ફટાફટ નજીવા દરે લઈ જનાર રિક્ષાવાલા ભાઈનો તમે કદી આભાર માન્યો ખરો?
તમારા હાથ નીચેના પટાવાળા પાણીવાલા કે ચાહવાલાનો તમે કદી આભાર માન્યો ખરો?
આવી રીતે એક દિવસમાં તમને અનેક લોકોએ મદદ કરી સહકાર આપ્યો તેમનો મનોમન આભાર માન્યો ખરો?
આપણે કોઈનો આભાર માનવા ઝુકીએ એટલા આપણે વધુ ઉપરને ઉપર જતા હોઈએ છીએ આપણે હળવશમાં રહીએ છીએ તેથી ખુશીનું એક આવરણ આપણી આજુબાજુ તૈયાર થાય છે તેથી આપણે બિનજરૂરી ચિંતા કે તણાવથી દૂર રહીએ છીએ તેથી આપણે ડાયાબિટીસ કે બ્લડ પ્રેસરના શિકાર બનતા નથી.માટે હંમેશા આભાર માનતા રહો પછી જોજો તમારો આજનો દિવસ જ નહી તમારી આખી જિંદગી રંગીન ખુશમિજાજ બની જશે.
મારો આ આર્ટિકલ તમે વાંચવાની તકલીફ લીધી એ બદલ આપનો સુપર દુપર ખુબ ખુબ આભાર.
રિપોર્ટ : અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756