વૃક્ષારોપણ ને જીવનનો અભીન અંગ બનાવો : ગોવીન્દ દનીચા

વૃક્ષારોપણ ને જીવનનો અભીન અંગ બનાવો : ગોવીન્દ દનીચા..
માનવતા ગ્રૂપ દ્વારા આદિપુર રેલવે સ્ટેશન પર વૃક્ષારોપણ કરાયું.
ગાંધીધામ: કચ્છની સેવાકીય સંસ્થા માનવતા ગ્રૂપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આદિપુરના રેલવે સ્ટેશન પાસે આવેલ બગીચા માં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેવાકીય સંસ્થાઓ ના સભ્યોએ નિયમિત રૂપથી વૃક્ષારોપણ ના કાર્યક્રમો કરતા રહેવું જોઈએ એવો સુર વ્યક્ત કર્યો હતો .માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ વૃક્ષારોપણ ને જીવનનો અવિભાજ્ય અંગ બનાવી દરેક સંસ્થાએ આવા વૃક્ષારોપણના કાર્યક્રમો વર્ષમાં એકવાર કરવાના બદલે નિયમિત રૂપથી કરે તો લોકોના જીવન ધોરણ ખુબજ હકારાત્મક અસર થાય તેમ છે તેમ જણાવ્યું હતું.
આદિપુર રેલ્વે સ્ટેશન માસ્તર પ્રકાશ રામનાણી એ આ વૃક્ષારોપણ ના કાર્યક્રમ બદલ માનવતા ગ્રુપના આયોજકોને અભિનંદન સાથે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી અને હજુ પણ આવા કાર્યક્રમો એકાંતરે થતા રહે તેમ જણાવ્યું હતું .
આ કાર્યક્રમમાં એસ. એમ. સંદીપ રાઠઇ, એસ.એસ. ઇ, સિગ્નલ પંકજ કુમાર, ઇ. એસ. એમ સુરેશ કુમાર, ઓમ પ્રકાશ ભાઈ, સુરજ ભાઈ, બાબુભાઈ, દિપક ભાઈ તેમજ ધર્મેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ને સફળ બનાવવા વન વિભાગ અંજાર ના અધિકારી ચેતનભાઇ ચંદેરિયા નો સહયોગ મળ્યો હતો.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756