udazH, ભારતનો પહેલો પોર્ટેબલ મોલેક્યુલર હાઇડ્રોજન ઇન્હેલર, ઉપભોક્તાઓ માટે વડોદરામાં લૉન્ચ થયો

“ઉપચાર કરવા કરતાં પહેલાથી કાળજી લેવી સારી” આ ઉક્તિનું મૂલ્ય આજના યુગમાં પહેલા કરતાં વધુ જણાય છે. સારા સ્વાસ્થ્યની ઈચ્છા કોને નથી હોતી? દરેકને જ હોય છે અને તેમને લાગે છે કે, તેમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય અને તેમનું સ્વાસ્થ્ય હમેશા સારું રહેશે. પણ હકીકત એ છે કે આપણે દરરોજ આપણું સ્વાસ્થ્ય ગુમાવી રહ્યા છીએ. દરેકને સારા સ્વાસ્થ્યની કામના હોય છે, પણ તે હાંસલ કરવા માટે શું કરવું જોઈએ તે તેઓ હંમેશા જાણતા હોતા નથી.
હકીકતમાં, આપણાં હેલ્થકેર બિલોનો 2% થી ઓછો ભાગ તથાકથિત નિવારક દવાઓ પર ખર્ચાય છે. અહીં, રાહત આપતી વાત એ છે કે, નિવારક હેલ્થકેરની ટેવ પાડવા માટે તમારી પાસે તબીબી ડિગ્રી હોવી જરૂરી નથી. જરૂર તો એ વાતની છે કે પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે થોડા સક્રિય પ્રયાસ અને ઈચ્છા હોવી જરૂરી છે. મોલેક્યુલર હાઇડ્રોજન એ શબ્દ આજકાલ સુખાકારી ઉદ્યોગમાં ખાસ્સો પ્રચલિત થયેલ છે અને એક નિવારક સુખાકારી ઘટક તરીકે તેની ક્ષમતાને અવગણી શકાય તેમ નથી. એક એન્ટીઓક્સિડંટ તરીકે તેનો ઉપયોગ કોઈ ચમત્કારથી ઓછો નથી.
એન્ટીઓક્સિડંટ ઓક્ઝિડેટિવ સ્ટ્રેસનો મુકાબલો કરે છે, જે અનેક આધુનિક રોગોનું કારણ છે. આપણે જે પ્રદૂષિત વાતાવરણમાં રહીએ છીએ અને જે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીને અનુરસરીએ છીએ, તેથી આપણાં શરીરમાં વધુ પડતાં મુક્ત રેડિકલ્સ ઉત્પન્ન થાય છે, જેમને આપણું શરીર સહન કરી શકતું નથી. આ મુક્ત રેડિકલ્સને જો નિયંત્રિત કરવામાં નહીં આવે, તો તેઓ સાઇટોટોક્સિક પેથોજેનિક ભૂમિકા ભજવે છે, જેનાથી કોષોને નુકસાન થાય છે. કોરોનરી આર્ટરી ડિસીઝ, કેન્સર, સ્ટ્રોક, આર્થરાઈટિસ, મલ્ટિપલ સ્કેલેરોસિસ, અલ્ઝાઇમર ડિમેન્શિયા અને બીજા ન્યૂરો જનરેટિવ રોગો આ જ પ્રક્રિયાને કારણે થાય છે.
પણ, આ સુરંગના અંતે આશાનું કિરણ છે!
માનવ શરીર આ હુમલાનો સામનો કરવા માટે સક્ષમ છે, કારણ કે તણાવનો સામનો કરવા માટે તે જાતે જ એન્ટીઓક્સિડંટ્સ બનાવે છે. પણ, જ્યારે વધુ પડતાં મુક્ત રેડિકલ્સ અને શરીરમાં બનતા એન્ટીઓક્સિડંટ્સ વચે અસંતુલન સર્જાય છે, ત્યારે રાહત મેળવવા માટે બાહ્ય એન્ટીઓક્સિડંટ્સની જરૂર પડે છે. બાહ્ય એન્ટીઓક્સિડંટ્સ તરીકે ઉપયુક્ત મોલેક્યુલર હાઇડ્રોજન બનાવવામાં મદદરૂપ થવા માટે હવે udazH આવી ગયું છે.