રાયસિંગપુરાના બે અનાથ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી છ માસથી વંચીત

રાયસિંગપુરાના બે અનાથ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી છ માસથી વંચીત
Spread the love

રાયસિંગપુરાના બે અનાથ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના લાભથી છ માસથી વંચીત

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક હરકુંડીના અધિકારીઓ મનસ્વી રીતે બાળકોને પૈસા જમા હોવા છતાં આપતા નથી.

ગુજરાત સરકારના બાળ વિકાસ અને સમાજ કલ્યાણ વિભાગ દ્વારા જેના બંને માપ મરણ પામ્યા હોય તેવા વિદ્યાર્થીઓને માસિક 4000 રૂપિયા આપવાની યોજના અમલમાં છે જે મુજબ ગોધરા તાલુકાના રાયસીંગપુરા ગામના રાઠોડ હરજીતસિંહ રાયમલસિંહ રાઠોડ અને રાઠોડ યોગેન્દ્રસિંહ રાયમલસિંહ આ બંને બાળકોના મા બાપ ન હોય તેમને માસિક 4000 રૂપિયા મંજૂર થયા હતા પરંતુ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક હરકુંડીના અધિકારીઓ ખાતામાં સરકારી આ સહાય જમા થતી હોવા છતાં ભણતર, શિક્ષણ, કપડા તેમજ ખાવા-પીવાની ચીજવસ્તુ ખરીદવા માટે મળતી આ સહાય બેંક છેલ્લા સાત આઠ માસથી બાળકોને વારંવાર લેવા જવા છતાં આપેલ નથી બંને અનાથ બાળકોના મૃત પિતાજીના કોઈ બેંકના લેણાને ધ્યાનમાં રાખીને આ સરકારી સહાય બેંક અટકાવી રાખે તે કેટલું વ્યાજબી ગણાય? હા નાણા સરકાર અનાથ બાળકોના શિક્ષણ માટે ખાસ મોકલતી હોય છે જે બેંક પોતે મનસ્વી રીતે બાળકોને નાણાં ન આપીને તેમના શિક્ષણનો અધિકાર છીનવી રહી હોય તેવું નથી લાગતું આ બાબતે ગંભીર પગલા લઈ સરકાર બેંક સામે પગલાં ભરે તે માટે વાલીઓ અને આ વિસ્તારના લોકોની માંગ છે.
યોગેન્દ્રસિંહ રાયમલસિંહ રાઠોડ ધોરણ 9 તથા હરજીતસિંહ રાયમલસિંહ રાઠોડ ધોરણ-7 માં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત 4000 રૂપિયા બંને બાળકોને મળતા હતા. બાળકોના પિતાનો બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ભૂતકાળના લોનના પૈસા બાકી હોય તે મુદ્દો આગળ ધરી બેંકના કર્મચારીઓ પૈસા આપતા નથી જે ખૂબ ગમભીર બાબત છે. બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે બાળકોને બીમાર થાય ત્યારે, બાળકોને શિક્ષણની સામગ્રી લેવા માટે પૈસા આપતા નથી અને બેંકના કર્મચારીઓ જણાવે છે કે તમારે જે ચાલે તે કરી લો અમે પૈસા નહિ ભરાય ત્યાં સુધી આ પૈસા આપીએ નહીં. શું આ બાળકોને ભણવા માટે, આરોગ્ય સુખાકારી અને શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે પૈસા આપવામાં આવે છે તે અટકાવી બાળકોનું શિક્ષણ જોખમમાં મૂકી તેમની કારકિર્દી સામે બેંકના કર્મચારીઓ આ રીતે વર્તન કરે એ યોગ્ય છે ?આર ટી ઈ- ૨૦૦૯ હરકુંડી બેંક બાળકોના શિક્ષણના અધિકાર સામે તલવાર ધરતી હોય તેવું નથી લાગતું? આ બાબતે જવાબદાર બેંક, જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરી બાળકોને તેની સરકારી સહાય તાત્કાલિક મળે અને તેમનું શિક્ષણ આગળ વધે તે માટે ખાસની વિનંતીઓ અનેક વખત સમાજ કલ્યાણ અને બાળ વિભાગને કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. પાલક પિતાએ પૈસા ન મળવા બાબતે કરેલી ફરિયાદના જવાબમાં પંચમહાલ જિલ્લાના સમાજ કલ્યાણ બાળ વિભાગના વિભાગના અધિકારી કનુભાઈએ પાલક પિતા પૈસા ભરવાની બાંહેધરી આપે તો પૈસા બેંક આપશે તેવું જણાવીને હાથ ઊંચા કરી લીધા હતા.એક બાબત નક્કી છે કે આર્થિક સહાયથી વંચિત રહીને કોઈને કોઈ રીતે બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાઇ રહ્યું છે. તયારે બાળકોના ભવિષ્ય માટે જવાબદાર કોણ ?સરકાર સહાય ચૂકવતી હોવા છતાં પણ બેંકના કર્મચારીઓ આ સહાય અટકાવીને બાળકોનું ભવિષ્ય ખરાબ કરી રહ્યા છે. આ બાબતે શું પગલાં લેશે પંચમહાલ જિલ્લાના સામાજિક સુરક્ષા વિભાગ ? આ બાબતે શું પગલાં લેશે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક? બરોડા ગુજરાત ગ્રામીણ બેંક હરકુંડીના મુખ્ય સત્તાધિકારી સામે બાળકોને તાત્કાલિક અસરથી આ પૈસા મળે તે માટે સરકારનો આ યોજના વિભાગ શું પગલાં ભરશે? એવું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!