સુત્રાપાડા તાલુકા ની શ્રી મટાણા પ્રાથમિક શાળા એ સિધ્ધી પ્રાપ્ત કરી

સુત્રાપાડા તાલુકા ની શ્રી મટાણા પ્રાથમિક શાળા એ સિધ્ધી પ્રાપ્ત કરી.
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતો ‘ સ્વચ્છ વિધાલય પુરસ્કાર ‘ મેળવ્યો.
પ્રાચી તીર્થ..ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનને બળ આપવા માટે બાળકોનાં પાયા નાં શિક્ષણ માં સ્વચ્છતા નાં મૂલ્યો વિકસે એ માટે આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે દેશની તમામ વિદ્યાલયોને ઓનલાઇન અરજી કરવાની હોય છે. અને આ સ્પર્ધામાં ભાગ લેવાનો હોય છે. ત્યાર બાદ જીલ્લા કક્ષાએ થી નક્કી કરેલી સમિતિ દ્વારા સ્થળ ખરાઈ કરીને એવોર્ડ માટે વિધાલયોની પસંદગી કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૧-૨૨ નાં ‘ સ્વચ્છ વિધાલય પુરસ્કાર ‘ માટે સુત્રાપાડા તાલુકાની મટાણા પ્રાથમિક શાળા ની પસંદગી થઈ છે. એ માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ સાહેબ, શિક્ષણ સમિતિ ના ચેરમેન વિક્રમભાઈ પટાટ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હિરાભાઇ વાજાં સાહેબ એ શાળા નાં આચાર્ય રમેશભાઈ ખેર ને એવોર્ડ પ્રમાણપત્ર એનાયત કરીને સ્ટાફ અને શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.
ખરેખર આ શાળા દર વર્ષે કોઈ ને કોઈ સિધ્ધીઓ હાંસલ કરતી હોય છે. વાસ્તવમાં આ એક આદર્શ શાળા છે એટલે જ સરકારે ‘મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ‘ હેઠળ આ શાળા ની પસંદગી કરી છે.
રિપોર્ટ. શૈલેષ કુમાર વાળા પ્રાચી ગીર સોમનાથ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756